રાષ્ટ્રપતિન્ો ટેરિફ લગાવવાનો કોઈ અધિકાર નથી: કોર્ટ
અગાઉ નીચલી અદૃાલતોએ ચુકાદૃો આપ્યો હતો કે ટ્રમ્પ્ો ત્ોમના અધિકાર ક્ષેત્રનો ભંગ કર્યો છે:ટ્રમ્પ્ો કહૃાું હતું કે હારીશુ તો દૃેશ બરબાદૃ થઈ જશે:સુપ્રીમ કોર્ટે પણ આ બાબત્ો પોતાનો ચુકાદૃો આપ્યો: વિશ્ર્વભરના દૃેશો પર ટ્રમ્પ્ો લાગુ કરેલા ટેરિફ ગ્ોરકાયદૃેસર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (૨૦ ફેબ્રુઆરી) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદૃ કરી દૃીધો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર ચુકાદૃો આપ્યો છે, તેમને ગેરકાયદૃેસર જાહેર કર્યા છે. ટ્રમ્પે લગભગ તમામ વિદૃેશી વેપાર ભાગીદૃારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદૃાલતોએ તેમના ચુકાદૃામાં ચુકાદૃો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. હવે, સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે પોતાનો ચુકાદૃો આપ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક એજન્ડાના એક મહત્ત્વપૂર્ણ મુદ્દે હાર માનવામાં આવી રહી છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહૃાું કે, ટ્રમ્પ દ્વારા દૃુનિયાના દૃેશો પર લગાવવામાં આવેલ ટેરિફ ગેરકાયદૃે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદૃો સંભળાવ્યો કે પ્રમુખ ડ્રમ્પે નેશનલ ઇમરજન્સી માટે રખાયેલા કાયદૃાનો ઉપયોગ કરીને મોટો ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું.
કોર્ટે કહૃાું કે, ’કાયદૃો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.’ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ૬-૩ના ચુકાદૃામાં કોર્ટે નીચલી કોર્ટના તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો જેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કરીને પોતાના અધિકારનો દૃુરૂપયોગ કર્યો.
૧૯૭૭માં બનેલો આ કાયદૃો, પ્રેસિડેન્ટને નેશનલ ઇમરજન્સી દૃરમિયાન કોમર્સને રેગુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી.
રૉયટર્સના અનુસાર, ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ચુકાદૃામાં લખ્યું કે, ’પ્રમુખને ટેરિફ લગાવવાની પોતાની ખાસ શક્તિના દૃાવાને સાચો ગણાવવા માટે કોંગ્રેસથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાડવી પડશે. તેઓ એવું નથી કરી શકતા.’ આ નિર્ણયને ટ્રમ્પે બીજા ટર્મના ઇકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો કરી દૃીધો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદૃાના કારણે કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે…
૧. ટેરિફના રિફંડ લેવા માટે અમેરિકાની કોર્ટમાં સેંકડો અરજીઓ થયેલી છે. આ ચુકાદૃામાં રિફંડ અંગે કોઈ ઉલ્લેખ નથી.
૨. ટ્રેડ ડીલ જાહેર થયા છે પણ તેના પેપર વર્ક અને હસ્તાક્ષર બાકી છે એવા કિસ્સામાં આ ચુકાદૃાની અસર શું આવશે?
૩. અમેરિકાની વિદૃેશ નીતિનો અત્યારે સૌથી મોટો આધાર ટેરિફ હતા. મિત્ર અને અન્ય દૃરેક દૃેશો ઉપર ટેરિફનું શાસ્ત્ર ઉગામી ટ્રમ્પ ધાર્યું કરાવી રહૃાા હતા આ ચુકાદૃાના કારણે અમેરિકાની વિદૃેશ નીતિને પણ એક ફટકો પડી શકે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર પડવાથી ટ્રમ્પના ટેરિફ હટાવવામાં આવશે.યુએસએ કંપનીઓને પૈસા પાછા આપવા પડી શકે છે. યુએસને માલ વેચવામાં વિશ્ર્વભરના દૃેશોને રાહત મળશે. ભારત, ચીન અને યુરોપના નિકાસકારોને ફાયદૃો થશે. ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. શેરબજારોમાં તેજી આવી શકે છે.વિશ્ર્વ વેપાર વધુ સ્થિર બની શકે છે.ટ્રમ્પના ટેરિફ વિવાદૃના કેન્દ્રમાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ નામનો કાયદૃો છે. આ કાયદૃો ૧૯૭૭માં ઘડવામાં આવ્યો હતો.
તેનો હેતુ દૃેશ માટે ગંભીર ખતરો, જેમ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, વિદૃેશી દૃુશ્મન તરફથી મોટો આર્થિક ખતરો, અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપવાનો હતો.
આ સત્તાઓ હેઠળ, રાષ્ટ્રપતિ વિદૃેશી વ્યવહારો પર ચોક્કસ આર્થિક નિર્ણયો પર પ્રતિબંધ, નિયમન અથવા તાત્કાલિક અમલ કરી શકે છે. ટ્રમ્પે ટેરિફ લાદૃવા માટે ૈંઈઈઁછનો ઉપયોગ કર્યો હતો.