Jai Hind

ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, છૈં જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી

નવી દિૃલ્હીમાં ચાલી રહેલા એઆઇ ઇમ્પ્ોકટ સમિટમાં રેટ અર્થ મામલે ભારત અમેરિકા સહિત ૧૧ દૃેશોએ પ્ોકસ સિલિકા સંગઠન હેઠળ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા ત્ો પ્રસંગની તસ્વીર ભારત ખાત્ોના અમેરિકી રાજદૃૂત સજિયો ગોર (ડાબ્ોથી ત્રીજા) કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ (ડાબ્ોથી ચોથા) સહિત અન્ય દૃેશોના પ્રતિનિધિઓ હસ્તાક્ષર કરાયેલા દૃસ્તાવેજો સાથે ગ્ાૃપ પોઝ આપી રહૃાા છે.

ભારત સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિશ્ર્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બન્યું

ભારતે શુક્રવારે છૈં સમિટ દૃરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના ’ઁટ્ઠટ જીૈઙ્મૈષ્ઠટ્ઠ’ (પેક્સ સિલિકા) એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી છે. નવી દિૃલ્હીમાં થયેલા આ કરાર સાથે જ ભારત સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં) ના વિશ્ર્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બની ગયું છે.
આ સંગઠનનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને રેર અર્થ મટિરિયલ્સ (ઇટ્ઠિી ઈટ્ઠિંર સ્ટ્ઠીિૈંટ્ઠઙ્મજ) ની સપ્લાય ચેઈનને કોઈપણ અવરોધ વગર ચાલુ રાખવાનો છે. ખાસ કરીને એવા દૃેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે જે આ એલાયન્સનો હિસ્સો નથી. જોકે કરારમાં કોઈ દૃેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ સ્પષ્ટ છે કે આ ઈશારો ચીન તરફ છે. પાકિસ્તાન પણ આ ગ્રુપમાં સામેલ નથી. ભારત અને અમેરિકા ઉપરાંત આ એલાયન્સમાં ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયેલ, જાપાન, કતાર, દૃક્ષિણ કોરિયા, િંસગાપોર, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) જેવા દૃેશો સામેલ છે. આ દૃેશો સાથે મળીને ગ્લોબલ ટેક ઇકોસિસ્ટમ તૈયાર કરશે. પાંચ દિૃવસીય છૈં સમિટના છેલ્લા દિૃવસે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વિશ્ર્વભરના ટેક લીડર્સ અને ૬૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ હાજર રહૃાા હતા. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “દૃુનિયાને ભારત પર ભરોસો છે. આપણી પાસે મોટું ટેલેન્ટ પૂલ અને વિશ્ર્વસનીય વિદૃેશ નીતિ છે. ઁટ્ઠટ જીૈઙ્મૈષ્ઠટ્ઠ સંગઠન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન, મેન્યુફેક્ચિંરગ અને ચિપ ડિઝાઇન માટે અત્યંત મહત્વનું છે.