Jai Hind

ખાલિસ્તાન જૂથના નામે આવ્યો ઇમેઈલ દિૃલ્હી વિધાનસભા, લાલ કિલ્લો, બ્ો સ્કૂલોન્ો બોમ્બથી ઉડાવી દૃેવા ધમકી

દિૃલ્હી પોલીસને આજે(૨૩ ફેબ્રુઆરી) દિૃલ્હી વિધાનસભા અને લાલ કિલ્લા ત્ોમજ કેન્ટોનમેન્ટની બ્ો સ્કૂલોન્ો બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિૃલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદૃ વસ્તુ મળી ન હતી. દિૃલ્હી પોલીસે કહૃાું કે, સર્ચ ઓપરેશનમાં કોઈ ખતરનાક કે હાનિકારક વસ્તુ નથી મળી, તેમ છતાં તકેદૃારીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહૃાા છે. ધમકીભર્યા મેલની તપાસ કરાઈ રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરાઈ રહૃાો છે કે તેને કોણે અને ક્યાંથી મોકલ્યો. કેસને ગંભીરતાથી લેતા સાયબર સેલ પણ તપાસમાં લાગી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રખાઈ રહી છે. આ સિવાય દિૃલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી મળી છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે. બોમ્બની ધમકી મળતા જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તેની સાથે સ્કૂલ તંત્ર દ્વારા તાત્કાલિક બાળકોને સુરક્ષિત બહાર લવાયા. જોકે, બોમ્બ સ્ક્વોડ તપાસમાં લાગી છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદૃ વસ્તુ મળી નથી.