નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને દૃયદ્રાવક દૃુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદૃીમાં ખાબકતા અત્યાર સુધીમાં ૧૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો.નેપાળના ધાિંદૃગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે અંદૃાજે ૧:૩૦ વાગ્યે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોને લઈ જતી બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-૫ પાસે પૃથ્વી હાઇવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને અંદૃાજે ૩૦૦ મીટર નીચે સીધી ત્રિશૂલી નદૃીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ નદૃી કિનારે પહોંચતા સુધીમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.સશસ્ત્ર પોલીસ દૃળ ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૭ મૃતદૃેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ૧૧ પુરુષો અને ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ૨૪ થી ૨૭ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદૃેશી પ્રવાસીઓ અને એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અંધારું અને પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ રાત્રે જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દૃીધું હતું.ઘટનાસ્થળે નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના ડાઇવર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદૃાજ મુજબ વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે.