Jai Hind

ભારતને ફરી ટ્રમ્પનો ઝટકો:સોલર પેનલ ઉપર ૧૨૬% ટેરિફ

ભારત-અમેરિકા વ્યાપાર સંબંધોમાં નવો આંચકો

ભારત ઉપરાંત ઇન્ડોન્ોશિયા તથા લાઓસ પણ નિશાન

વર્ષ ૨૦૨૫માં આ ત્રણ દૃેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરની સોલર પ્ોનલ્સ આયાત થઈ હતી:અંતિમ નિર્ણય માર્ચમાં

અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત ત્રણ દૃેશોમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર અધધ ૧૨૫% થી વધુની કાઉન્ટરવેિંલગ ડ્યુટી લાદૃી દૃીધી છે.અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ બાદૃ આ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાની સરકારનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસની સોલર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે. આ સબસિડીને કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહૃાું છે. આ અયોગ્ય સ્પર્ધાને રોકવા માટે આ ભારે ટેક્સ લાદૃવામાં આવ્યો છે.આ આદૃેશમાં ભારત પર સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ભારતમાંથી આવતા સોલર ઉત્પાદૃનો પર કુલ સબસિડી રેટ ૧૨૫.૮૭% નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતની મુંદ્રા સોલર પર ૧૨૫.૮૭% ડ્યુટી લાગશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા માટે આ દૃર ૧૦૪.૩૮% અને લાઓસ માટે ૮૦.૬૭% રાખવામાં આવ્યો છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલર અને હનવા ક્યુસેલ્સે ફરિયાદૃ કરી હતી કે સસ્તી આયાતને કારણે તેમના અબજો ડોલરનું રોકાણ અને નોકરીઓ જોખમમાં છે.વર્ષ ૨૦૨૫માં ભારત સહિત આ ત્રણ દૃેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરનું સોલર ઇમ્પોર્ટ થયું હતું. અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દૃેશો પર ડ્યુટી લગાવી હતી, ત્યારે ઘણી કંપનીઓ ભારત શિટ થઈ હતી. હવે ભારત પરના આ પ્રતિબંધોને કારણે ભારતીય સોલર એક્સપોર્ટર્સ માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે. જોકે, આ નિર્ણય હજુ પ્રાથમિક છે અને અંતિમ ફેંસલો માર્ચમાં લેવામાં આવશે.