Jai Hind

એપસ્ટિન કેસમાં ટ્રમ્પને લગતી ફાઇલ્સ ગુમ

ફાઇલ્સમાં નામ આવતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષનું રાજીનામું

અમેરિકામાં જેફરી એપસ્ટિન કેસ સાથે જોડાયેલા દૃસ્તાવેજોને લઈને નવો વિવાદૃ છેડાયો છે. ડેમોક્રેટ્સ દ્વારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર પર ’આધુનિક ઇતિહાસના સૌથી મોટા ગવર્નમેન્ટ કવર-અપ’ (માહિતી છુપાવવાનો) ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે, ટ્રમ્પ સામે સગીરાના યૌન શોષણની ફરિયાદૃો સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના દૃસ્તાવેજો જાણીજોઈને જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ તમામ આરોપોને નકારતા રહૃાા છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ બોર્ગે બ્રેન્ડે પોતાનું પદૃ છોડ્યુ છે.
એપસ્ટીન ફાઇલમાં નામ આવતાની સાથે જ તેઓએ રાજીનામું આપ્યુ છે. એપ્સટીન ફાઇલમાં હમણા સુધી સામે આવેલા નામ યૌન શોષણ સાથે જોડાયેલા છે. વર્ષ ૨૦૧૭માં બોર્ગે બ્રેન્ડ ઉઈહ્લના સીઇઓ બન્યા હતા. તેમના આરોપ છે કે, તેઓએ જેફ્રી એપસ્ટીન સાથે ૩ વેપારી રાત્રીભોજન કર્યા હતા. અને આ ઉપરાંત તેઓએ જેફ્રી એપસ્ટીન સાથે મેસેજથી વાતચીત પણ કરી હતી.