દુનિયામાં યુરેનિયમના સૌથી મોટા ઉત્પાદક દેશ કઝાકિસ્તાને ભારત માટે મોટી દરિયાદિલી દેખાડી છે. કઝાકિસ્તાને ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટસને ઈંધણ આપવા માટે એક નવો કરાર કર્યો છે. કઝાકિસ્તાન આ કરાર અંતર્ગત ભારતને મોટી માત્રામાં યુરેનિયમનો પુરવઠો પુરો પાડવા માટે સહમત થઈ ગયું છે. અહેવાલો મુજબ કઝાકિસ્તાનની સરકારી યુરેનિયમ કંપની ‘કઝાટોમપ્રોમ’ એ ભારતના પરમાણુ ઉર્જા વિભાગ સાથે હાલમાં જ થયેલી વાતચીત બાદ શુક્રવારે આ જાહેરાત કરી હતી.ભારત અને કઝાકિસ્તાન વચ્ચે છેલ્લો કરાર ખતમ થઈ ગયો હતો. તેના કેટલાક વર્ષ બાદ ભારત અને કઝાકિસ્તાન યુરેનિયમ પુરવઠા સમજુતી માટે વાતચીત કરી રહ્યા હતા. હાલના મહિનામાં આ વાતચીતમાં ઝડપ આવી હતી, જેનું પરિણામ હવે બહાર આવ્યું છે.ઉલ્લેખનીય છે કે જુલાઈ 2015માં ભારતના પરમાણુ ઉર્જા વિભાગ સાથે 2015-19 દરમિયાન 5 હજાર ટન યુરેનિયમના પુરવઠા માટેની સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત, રશિયા, કઝાકીસ્તાન, ઉજબેકિસ્તાન, ફ્રાન્સ, કેનેડટથી યુરેનિયમ ઈંધણની આયાત કરે છે. ભારતમાં 6780 મેગાવોટની સ્થાપિત ક્ષમતા વાળા 22 ન્યુકિલયર રિએકટર છે. તેમાં 8 રિએકટર સ્વદેશી યુરેનિયમથી સંચાલીત છે.