Jai Hind

પાકિસ્તાન-અફઘાન વચ્ચે ખુલ્લુ યુદ્ધ:મોટી ખુવારી

પાકિસ્તાન્ો કરેલી એરસ્ટ્રાઇક બાદૃ બન્ન્ો દૃેશોના સામ સામે હુમલા

અફઘાનના કાબુલ, કંદૃહાર સહિતના વિસ્તારોમાં પાક.ના ભીષણ હવાઈ હુમલા: ૧૮૮ લડાકુઓ માર્યા ગયાનો દૃાવો:અફઘાનનો ઇસ્લામાબાદૃ કુંડાર સહિત સીમાએ પાક દૃળો પર તોપમારો, ૫૫ સ્ૌનિકોનો ખાત્મો

પાક.નું એફ-૧૬ વિમાન તાલિબાન્ો તોડી પાડ્યુ!!

કાબુલ: પાક. તથા અફઘાન વચ્ચે શરૂ થયેલા હુમલામાં એક પાકિસ્તાની એફ-16 લડાયક વિમાન તોડી પડાયાનો અફઘાનીસ્તાને દાવો કર્યો છે. પાક. દળોએ કંધાર-કાબુલ સહિતના વિસ્તારોમાં ભારે હવાઈ હુમલા કર્યા હતા તે વચ્ચે અફઘાન એક વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓએ પાકનુ એક એફ-16 વિમાન તોડી પડાયાનો દાવો કર્યો છે. વિડીયોમાં જમીન પર પડેલા વિમાન જેવા કાટમાળમાં આગ, ધુમાડો નિકળી રહ્યો હોવાનું જોવા મળે છે. જો કે પાક મિડીયાએ તેને એઆઈ જનરેટેડ હોવાનું દર્શાવીને પાકે કોઈ વિમાન ગુમાવ્યુ નથી તેવો દાવો કર્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે સીમા ઓળંગીને યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને પાકિસ્તાને ‘ગઝબ લિલ હક નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદૃે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દૃીધું હતું. પાકિસ્તાની વાયુસેનાએ ૨૭ ફેબ્રઆરી ૨૦૨૬ની વહેલી સવારે અફઘાનિસ્તાનના તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દૃાવા મુજબ, આ એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દૃેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંદૃહારમાં કોર હેડક્વાર્ટર, દૃારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં ૧૮૮ જેટલા તાલિબાની લડાયકો માર્યા ગયા છે અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા છે. ૮૦ થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો તબાહ થયા છે. તાલિબાનની ૨૭ ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી ૯ પર પાકિસ્તાની દૃળોએ કબજો કર્યો હોવાનો દૃાવો છે.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદૃે કાબુલ-કંદૃહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દૃાવો કર્યો છે. આ અગાઉ તાલિબાને દૃાવો કર્યો હતો કે તેમણે સીમા પરના ઓપરેશન દૃરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો છે.પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરાર દ્વારા સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનિસ્તાને દિૃન-દૃહાડે કરેલી એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદૃ પાસે આવેલા એક મિલિટરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક સૈન્ય બેરેક અને જમરુદૃમાં એક લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનની એર સ્ટ્રાઈક, ૪ સૈન્ય બેઝ ટાર્ગેટ
-ઈસ્લામાબાદૃ -નૌશેરા -જમરૂદૃ -એબટાબાદૃ
હવે પાકિસ્તાને પોતાના રક્ષા સહયોગી સાઉદૃી અરબનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સાઉદૃીના વિદૃેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહમાન સાથે ફોન પર વાતચીત કરી છે. જેડ્ડામાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક દૃરમિયાન થયેલી આ વાતચીતમાં પાકિસ્તાને વિસ્તારમાં વધી રહેલા તણાવને ઓછો કરવા માટે સાઉદૃીની મદૃદૃ માંગી છે.