યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનને મળ્યા નવા નેતા
અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં અલી ખામેનેઈના મૃત્યુ બાદૃ ઈરાની ધર્મગુરુ અયાતુલ્લા અલીરેઝા અરાફીને ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. ૈંજીદ્ગછના જણાવ્યા અનુસાર, તેઓ વચગાળાની નેતૃત્વ પરિષદૃમાં કાયદૃા નિષ્ણાત સભ્ય તરીકે કામ કરશે. બંધારણ હેઠળ નવા સુપ્રીમ લીડરની પસંદૃગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ મસૂદૃ પેજેશકિયન, મુખ્ય ન્યાયાધીશ ઘોલામ-હોસૈન મોહસિની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક ધર્મગુરુ સાથે મળીને આ પરિષદૃ દૃેશની કમાન સંભાળશે.
અયાતુલ્લા અલીરેઝા અરાફીની વચગાળાની નેતૃત્વ પરિષદૃમાં કાયદૃા નિષ્ણાત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની પસંદૃગી ન થાય ત્યાં સુધી આ પરિષદૃ સંક્રમણ કાળ દૃરમિયાન સુપ્રીમ લીડરના તમામ કાર્યો સંભાળશે.
ઈરાનના બંધારણ અનુસાર, વચગાળાની પરિષદૃમાં રાષ્ટ્રપતિ મસૂદૃ પેજેશકિયન, મુખ્ય ન્યાયાધીશ ઘોલામ-હોસૈન મોહસેની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક ધર્મગુરુનો સમાવેશ થાય છે. ખામેનેઈના મોત બાદૃ આ પરિષદૃ સાથે મળીને દૃેશનું નેતૃત્વ કરશે, કારણ કે ઈરાન હવે પરિવર્તનના તબક્કામાં પ્રવેશ કરી રહૃાું છે.
ઈરાનના નવા વચગાળાના સુપ્રીમ લીડર અલીરેઝા અરાફી કોણ છે. ૧૯૫૯માં જન્મેલા ૬૭ વર્ષીય અરાફી ઈરાનના ધાર્મિક માળખામાં એક મોટું નામ માનવામાં આવે છે. આ નિમણૂક પહેલા પણ તેમની પાસે ત્રણ મહત્વના હોદ્દા હતા. તેઓ દૃેશભરની ઇસ્લામિક સેમિનરી સિસ્ટમના નિયામક છે, ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય છે અને એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના પણ સભ્ય છે.