Jai Hind

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતીયો માટે દૃૂતાવાસની નવી એડવાઈઝરી

ઈમરજન્સીમાં આ નંબર પર કરો ફોન

ઈમરજન્સીની સ્થિતિમાં મદૃદૃ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા, જરૂર પડે તો આ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે

અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા બાદૃ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, સતત હુમલા થઈ રહૃાા છે અને ઈરાને પણ જવાબી કાર્યવાહી કરીને મિડલ ઈસ્ટના અલગ-અલગ દૃેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ ઇઝરાયેલના અનેક શહેરો પર હુમલા કર્યા છે. જે બાદૃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અનેક દૃેશોએ હાઈ અલર્ટ જાહેર કરી દૃીધું છે.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મિડલ ઈસ્ટના અનેક દૃેશોમાં ભારતીય દૃૂતાવાસોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
ેંછઈ, સાઉદૃી અરબ, જોર્ડન, બહેરીન, પેલેસ્ટાઈન, કતાર અને ઈરાનમાં રહેતા કે મુસાફરી કરી રહેલા ભારતીયોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં આવેલા ભારતીય દૃૂતાવાસે પણ સતર્ક રહેવા જણાવ્યું છે. ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઇઝરાયેલી વહીવટ તંત્ર અને હોમ ફ્રન્ટ કમાન્ડના નિર્દૃેશોનું પાલન કરે અને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે.
ઈરાનમાં આવેલા ભારતીય દૃૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. દૃૂતાવાસે કહૃાું છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં તમામ ભારતીયોએ વધુમાં વધુ સાવચેતી રાખવી જોઈએ. તેઓએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદૃર જ રહેવું જોઈએ. ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ સતત સમાચારો પર નજર રાખે, પરિસ્થિતિની માહિતી લેતા રહે અને દૃૂતાવાસની આગામી સૂચનાની રાહ જુએ.
કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં મદૃદૃ માટે આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જરૂર પડે તો આ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરી શકાય છે.
+૯૮૯૧૨૮૧૦૯૧૧૫
+૯૮૯૧૨૮૧૦૯૧૦૯
+૯૮૯૧૨૮૧૦૯૧૦૨
+૯૮૯૯૩૨૧૭૯૩૫૯
અબુ ધાબીમાં આવેલા ભારતીય દૃૂતાવાસે ેંછઈમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓથી દૃૂર રહેવાની અપીલ કરી છે. રિયાધમાં આવેલા ભારતીય દૃૂતાવાસે પણ સાઉદૃી અરબમાં રહેતા ભારતીયોને સ્થાનિક સુરક્ષા નિર્દૃેશોનું પાલન કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બહેરીન અને ફિલિસ્તીનના રામલ્લાહમાં આવેલા ભારતીય મિશનોએ પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવાની અપીલ કરી છે.
તણાવ વચ્ચે ભારતીય વિમાન કંપનીઓએ પણ મહત્વનો નિર્ણયો દૃીધા છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની અનેક લાઈટ્સ રદ્દ કરી દૃીધી છે. દિૃલ્હીથી તેલ અવીવ જતી લાઈટ (છૈં૧૩૯)ને અધ વચ્ચેથી પાછી બોલાવી લેવામાં આવી છે.
ઈન્ડિગોએ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસ્થાયી રૂપે રોકી દૃીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ વેસ્ટબાઉન્ડ આંતરરાષ્ટ્રીય લાઈટ્સ સસ્પેન્ડ કરી દૃીધી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ર્દ્ગંઇછએ ઈરાન, ઇઝરાયેલ અને અન્ય પશ્ર્ચિમ એશિયાઈ દૃેશોમાં રહેતા કેરળવાસીઓ માટે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કર્યા છે. આ પગલું મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નિર્દૃેશ પર ઉઠાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે.
હાલમાં સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ નાજુક બની રહી છે. અનેક દૃેશોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દૃેવામાં આવી છે. ભારતીય દૃૂતાવાસો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહૃાા છે અને નાગરિકોને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની સલાહ આપી રહૃાા છે. કુલ મળીને, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરીથી દૃૂર રહેવા અને દૃૂતાવાસના સંપર્કમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
જો કોઈ પ્રવાસી કેરળવાસીને મદૃદૃની જરૂર હોય, તો તેઓ ર્દ્ગંઇછના ગ્લોબલ કોન્ટેક્ટ સેન્ટર પર સંપર્ક કરી શકે છે. આ માટે બે નંબર જારી કરવામાં આવ્યા છે-
+૯૧-૮૮૦૨૦૧૨૩૪૫ (આંતરરાષ્ટ્રીય મિસ્ડ કોલ)
૧૮૦૦૪૨૫૩૯૩૯ (ભારતમાંથી ટોલ-ફ્રી નંબર)