Jai Hind

ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કરાયો : રેડિએશન ફેલાવાનુ જોખમ

ઈરાનના રાજદૃૂતે પુષ્ટિ કરી

અમેરિકા-ઈઝરાયેલે ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રોયટર્સની રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષક સંસ્થામાં ઈરાનના રાજદૃૂત રઝી નજફીએ જણાવ્યું કે ઈરાનના નાતાન્ઝ પરમાણુ સંકુલને અમેરિકા અને ઈઝરાયલે ટાર્ગેટ કર્યું છે. હુમલાની પુષ્ટિ કરતા નજાફીએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની બોર્ડ મીિંટગમાં પત્રકારોને જણાવ્યું કે “અમેરિકા અને ઈઝરાયલે ફરીથી ઈરાનના શાંતિપૂર્ણ અને દૃેખરેખ હેઠળની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો.” આ મામલે રોઈટર્સ દ્વારા પૂછવામાં આવ્યું કે કઈ પરમાણુ સાઈટને નિશાન બનાવવામાં આવી છે ત્યારે રઝી નજફીએ જણાવ્યું નટાન્ઝ પરમાણુ સાઈટ પર હુમલો કરવામાં આવ્યો છે. આપને જણાવી દૃઈએ કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી એટલે કે ૈંછઈછના ૩૫ દૃેશના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં નજફી દ્વારા આ નિવેદૃન આપવામાં આવ્યું છે.