Jai Hind

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ ભારત પાસે ૨૫ દિૃવસનો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ

અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા બાદૃ ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોએ દૃાવો કર્યો કે, ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા બાબતે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે. સુત્રોએ દૃાવો કર્યો કે, “ક્રૂડ ઓઈલ, ન્ઁય્ અને ન્દ્ગય્ ના સંદૃર્ભમાં આપણે અત્યારે ઘણી સારી સ્થિતિમાં છીએ. આપણી પાસે ક્રૂડ ઓઈલનો ૨૫ દિૃવસનો રિઝર્વ સ્ટોક છે અને અન્ય ૨૫ દિૃવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં (આવી રહૃાો) છે. ગત્ત મહિને તેલ મંત્રી હરદૃીપ િંસહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્ર્વિક ઉથલપાથલના સમયે ૭૪ દિૃવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ છે. તેમણે ઉમેર્યું કે, “અમે અમારા અનામત જથ્થાની ગણતરી માત્ર સ્ટોરેજ ગુફાઓ માં જ નહીં પરંતુ રિફાઇનરીઓમાં રહેલા જથ્થાના આધારે પણ કરીએ છીએ.
વિશ્ર્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ’હોર્મુઝની ખાડી’ ઈરાને બંધ કરી દૃેતા ઉર્જા સંકટની આશંકા વધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દૃેવામાં આવી છે. ઈરાને ચેતવણી આપી છે કે, જે પણ પસાર થવાનો પ્રયત્ન કરશે તેને અમારી નેવી દ્વારા તબાહ કરી દૃેવામાં આવશે. વધુમાં કહૃાું કે, “અમે આ પ્રદૃેશની પાઇપલાઇન્સ પણ નિષ્ક્રિય કરી દૃઈશું અને તેલની નિકાસ થવા દૃઈશું નહીં. અમે તેલનું એક ટીપું પણ પહોંચવા દૃઈશું નહીં.”