નેપાળમાં યુવા વર્ગના આંદોલન બાદ યોજાઈ રહેલી ચુંટણીના પરિણામો આવવાનું શરુ થઈ ગયું છે અને પ્રારંભીક આંકડાઓ મુજબ નેપાળમાં રેપર અને સિંગર તરીકે પોતાની કારકિર્દી બનાવનાર અને આ ચુંટણીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની રચના સાથે ઝુકાવનાર બાલેન શાહ એ પ્રારંભીક લીડ મેળવી લીધી છે. નેપાળમાં રાજકીય નેતા કે.પી.ઓલી શર્મા અને ગગન થાપા સહિતના અનેક નેતાઓ મેદાનમાં છે તે વચ્ચે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ 62 બેઠકોમાં સરસાઈ મેળવી છે. જયારે નેપાળી કોંગ્રેસ અને અન્ય વિપક્ષને પાંચ-પાંચ બેઠક જયારે ડાબેરી પક્ષને ત્રણ બેઠકો પર સરસાઈ છે. કાઠમંડુમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર રંજુ નયુપાને એ જીત મેળવી છે. જયારે આ પક્ષના વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન પદના દાવેદાર બાલેન શાહ એ પુર્વ વડાપ્રધાન કે.પી.ઓલી શર્મા પર છ હજાર મતોની સરસાઈ મેળવી છે. નેપાળમાં 165 બેઠકોની સંસદ છે અને તેમાં 88 બેઠકો મેળવનાર વિજેતા થાય છે.
ગગન થાપાની પાર્ટી નેપાળી કોંગ્રેસ બે બેઠકો જીતી છે અને ૧૧ બેઠકો પર આગળ છે. કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ પણ ૧૧ બેઠકો પર આગળ છે. કેપી ઓલી પોતે ઝાપા-૫ મતવિસ્તારમાં બાલેન શાહથી ૧૦,૬૪૩ મતોથી પાછળ છે.