અમેરિકાએ મિડલ ઇસ્ટમાં 8 થાડ બેટરી તૈનાત કરી છે
વોશિંગ્ટન: અમેરિકા અને ઇઝરાયેલના હુમલાના જવાબમાં પૂરા મિડલ ઇસ્ટમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હવે બહાર આવ્યું છે કે જેના પર અમેરિકાને ગર્વ હતો તે શક્તિશાળી થાડ મિસાઇલ ડિફેન્સને ઇરાનના હુમલાથી ભારે નુકશાન પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇરાન પર હુમલો કરતા પહેલા કદાચ એવું આકલન કર્યું હશે કે તહેરાનમાં સત્તા પરિવર્તન ખૂબ મોટું લક્ષ્ય નહીં હોય. યુધ્ધના પહેલા દિવસે જ સુપ્રિમ લીડર અલી ખામેનેઇ અને ટોપ કમાન્ડરના માર્યા જવાથી એવું લાગતું પણ હતું પરંતુ સપ્તાહ બાદ એવું લાગે છે કે ટ્રમ્પનો દાવ ઉલટો પડી ગયો છે. સુપ્રિમ લીડરના મોત બાદ ક્રોધિત ઇરાને મિડલ ઇસ્ટમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરી દીધા છે. આ હુમલામાં અમેરિકાની શક્તિશાળી એર ડિફેન્સને માત્ર ભેદી જ નથી, બલ્કે તબાહ પણ કરી છે. સીએનએનએ પોતાના રિપોર્ટમાં સેટેલાઇટ તસ્વીરોના હવાલાથી બતાવ્યું છે કે ઇરાનના હુમલાના શરૂઆતના દિવસોમાં જ જોર્ડનમાં આવેલ એક અમેરિકન થાડ મિસાઇલ બેટરીના રડાર સિસ્ટમ પર એટેક થયો હતો અને તે પૂરી રીતે તબાહ થઇ ગઇ હતી. યુએઇમાં પણ બે જગ્યાએ આવી જ રડાર સિસ્ટમવાળી બિલ્ડીંગો પર પણ હુમલો થયો હતો જો કે તેમાં નુકસાનના ખબર નથી. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે રડાર આંખ-કાન બધું જ છે. તેનો ઉપયોગ બેલેસ્ટિક મિસાઇલોને તેના ટાર્ગેટ તરફ ઉડતી વખતે એંગેજ કરીને ખતમ કરવા માટે થાય છે. અમેરિકા આઠ થાડ બેટરી ઓપરેટ કરે છે. બે બેટરી યુએઇ અને એક સાઉદી અરબ પાસે છે. ઇરાને જે થાડ બેટરીને નિશાન બનાવી તે જોર્ડનના મુવફફાક સટલ્ટી એરબેજ પર હતી. તે ઇરાનથી 800 કિલોમીટર દૂર છે. રડારનું નષ્ટ થવું અમેરિકા માટે ભારે આર્થિક નુકસાન છે. થાડ માટે ઉપયોગ એએન-ટીપીવાય-2 ટ્રાન્સપોર્ટેબલ રડાર સિસ્ટમ છે. 2025ના મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એજન્સીના બેની મુજબ તેની કિંમત 500 મિલિયન ડોલર (45 અબજ, 80 કરોડ, 96 લાખ, 75 હજાર રૂપિયા) છે.