Jai Hind

ભારત અમારો હરીફ નહીં ભાગીદાર : ચીન

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા

પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્ર્વિક રાજનીતિમાં આવી રહેલા બદૃલાવ વચ્ચે ચીનના સૂર બદૃલાયા છે. બીિંજગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદૃેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદૃન આપ્યું છે.
ચીની વિદૃેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદૃલે ભાગીદૃાર તરીકે જોવા જોઈએ. તેમણે કહૃાું કે બંને દૃેશો ગ્લોબલ સાઉથ ના મહત્ત્વના સભ્યો છે અને તેમની વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે. વાંગ યીના મતે, બંને દૃેશો વચ્ચેનો પરસ્પર વિશ્ર્વાસ એશિયાના પુનરુત્થાન માટે અત્યંત જરૂરી છે, જ્યારે ટકરાવથી નુકસાન જ થશે.
વાંગ યી એ યાદૃ અપાવ્યું કે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી અને રાષ્ટ્રપતિ શી જિનિંપગ વચ્ચે થયેલી મુલાકાતે સંબંધોને નવી દિૃશા આપી છે. તેમણે દૃાવો કર્યો હતો કે બંને દૃેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને વિવિધ સ્તરે સંવાદૃ પણ વધ્યો છે. ચીની વિદૃેશ મંત્રીના મતે હવે બંને દૃેશોના સંબંધો સામાન્ય પટરી પર પરત ફરી રહૃાા છે.
સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચીને ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા છે:
એકબીજાને ખતરો નહીં પણ અવસર તરીકે જોવા.
સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી.
પરસ્પર વિશ્ર્વાસ વધારીને એશિયાના વિકાસમાં સહયોગ આપવો.વિકાસને જ સૌથી મોટો સામૂહિક પાયો ગણીને વ્યવહારુ સહયોગ કરવો.નિષ્ણાતોના મતે, અમેરિકા દ્વારા ચીનને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘેરવાના પ્રયાસો તેજ થયા છે.