Jai Hind

લેબેનોન પર ફોસ્ફરસ હુમલામાં ૪૦૦ના મોત

ઇઝરાયેલ- અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અમેરિકા- ઇઝરાયેલ ઇરાનની રિફાઇનરીમાં આજે ત્ોલ મથકોન્ો ઉડાવી દૃેતા તેમજ ઇરાને અમેરિકી સમર્થક ખાડીના દૃેશો ત્ોમજ રિફાઇનરીઓ પર હુમલા કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડત્ોલના ભાવમાં ભડકો થયો છે. તસ્વીરોમાં ડાબ્ોથી સોમવારે ઇઝરાયેલે લેબ્ોનોનની રાજધાની બ્ૌરૂતમાં કરેલી એરસ્ટ્રાઇકના સ્થળેથી ધુમાડા નિકળી રહૃાા છે, પછીની તસ્વીરમાં ઇરાન્ો બહેરનના સિતારા ટાપુ સ્થિત બાટકો ઓઇલ રિફાઇનરી પર બોંબમારો કરતાં રિફાઇનરીમાંથી ધુમાડો નિકળી રહૃાો છે.

ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય કાયદૃાનો ભંગ કરી હદ વટાવી

હિઝબુલ્લાહના ઠેકાણાઓને ટાર્ગેટ કરવા ઘાતક કેમિકલનો ઉપયોગ કર્યો

દૃક્ષિણી લેબનાનના યોહમોર ગામની શાંત હવામાં જ્યારે આકાશમાંથી આગના ગોળા વરસ્યા તો ન ખાલી બોમ્બ હતા, પણ તે સફેદૃ મોતનું તાંડવ હતું. ઈઝરાયેલ પર આરોપ છે કે તેણે હિઝબુલ્લાહના ઠેકાણાને ટાર્ગેટ બનાવવાના બહાને આંતરરાષ્ટ્રીય કાયદૃાને કોરાણે રાખી વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો છે. માનવાધિકાર સંગઠન હૃાુમન રાઇટ્સ વોચના હાલના રિપોર્ટ અને જિયોલોકેટેડ તસવીરોએ આ વિવાદિૃત હથિયારના ઉપયોગની પુષ્ટિ કરી દૃુનિયાને હચમચાવી નાખી છે.
શું છે આ સફેદૃ મોત? સફેદૃ ફોસ્ફોરસ કોઈ સાધારણ વિસ્ફોટક નથી, પણ એક ખૂબ જ ઘાતક રાસાયણિક પદૃાર્થ છે. મોમ જેવા દૃેખાતા આ રસાયણ જેવું હવાના સંપર્કમાં આવે છે કે ઓક્સિજન સાથે આપોઆપ સળગવા લાગે છે. તેની ભયાનકતાનો અંદૃાજ એ વાત પરથી લગાવી શકાય કે તે ૮૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઊભું કરી શકે છે.
માણસનું શરીર ૫૦-૬૦ ડિગ્રીની ગરમી વેઠી શકે છે. તેના માટે ૮૧૫ ડિગ્રીનું તાપમાન સાક્ષાત યમરાજ સમાન છે. જ્યારે આ રસાયણ ત્વચા પર પડે છે તો માંસને ઓગાળી સીધા હાડકાં સુધી પહોંચી જાય છે. તેના ઘા ક્યારેય ઠીક નથી થતાં અને તેમાંથી નીકળતો ધુમાડો ફેફસાંને એ રીતે ખતમ કરી નાખે છે, માણસ તડફડિયા મારીને મરે છે.
ૐઇઉના રિસર્ચર રામજી કેસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી સેનાએ દૃક્ષિણી લેબનાનના યોહમોર જેવા રહેણાંક વિસ્તારમાં આર્ટિલરી દ્વારા ફોસ્ફોરસ છોડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો ત્યારે થયો, જ્યારે ઈઝરાયેલે પહેલા જ લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. જો કે જમીની હકીકત એ છે કે આ હુમલાના સમયે ત્યાં કેટલા નાગરિકો હતા, તેને લઈને કોઈ ચોક્કસ આંકડો સ્પષ્ટ થયો નથી.