Jai Hind

ચીનને અબજો ડોલરનું નુકસાન યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ મોટો લાભ થયો રશિયાને!

રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદૃો ઉઠાવી રહૃાું છે : રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું

વિશ્ર્વમાં એકતરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહૃાું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભાયનક હુમલા કરી રહૃાું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદૃ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દૃેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દૃેશો પર મિસાઈલો િંઝકી રહૃાું છે. મધ્ય-પૂર્વમાં આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્ર્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ પર કોઈપણ કન્ટેનરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દૃીધો છે, જેના કારણે ત્યાં ક્રૂડ ઓઈલનો જથ્થા સહિતના ઉત્પાદૃનો અટકી પડ્યા છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવો આસમાને પહોંચી ગયા છે, શેર માર્કેટ ક્રેશ થવા લાગ્યું છે, વૈશ્ર્વિક સપ્લાયનો માર્ગ તૂટી જવાથી ખાતરથી ખોરાક સુધી અનેક મુશ્કેલી ઉભી થઈ છે. યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ, જો યુદ્ધ બંધ નહીં થાય તો વિશ્ર્વના અનેક દૃેશો ભૂખમરાનો શિકાર બની જશે. યુદ્ધમાં અબજો રૂપિયા વેડફી નખાયા છે, પરંતુ તેનો સૌથી મોટો લાભ રશિયાનો થયો છે. યુદ્ધના કારણે રશિયાનો ખજાનો ભરાઈ રહૃાો છે, જ્યારે ચીનને અબજો ડૉલરનું નુકસાન થઈ રહૃાું છે. મધ્ય-પૂર્વના યુદ્ધ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાના કારણે વૈશ્ર્વિક માર્કેટમાં તેલ અને ગેસની િંકમતો આસમાને પહોંચી ગઈ છે. પ્રતિ બેરલ ક્રૂડ તેલની િંકમત ૧૧૦ ડૉલર પાર પહોંચી ગઈ છે. ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી દૃેતા રશિયન તેલની માંગમાં ધરખમ વધારો થયો છે. થોડા મહિનાઓ પહેલા જ અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્ર્વના દૃેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદૃવાનો આદૃેશ આપ્યો હતો અને આ માટે તેમણે દૃબાણ પણ કર્યું હતું. ત્યારે હવે સ્થિતિ બદૃલાઈ ગઈ છે અને અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદૃવાની વાત કહી રહૃાું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા વારંવાર કહેતું હતું કે, જે દૃેશો રશિયા પાસેથી તેલ ખરીદૃે છે, રશિયા તેઓના નાણા યુદ્ધ પાછળ વાપરી રહૃાું છે. આ કારણે અમેરિકા સહિત પશ્ર્ચિમ દૃેશોએ રશિયન તેલ આયાત પર પ્રતિબંધ િંઝકી દૃીધો હતો. ત્યારબાદૃ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિૃમીર પુતિને તેલ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી, જેનો ભારત અને ચીને પૂરો ફાયદૃો ઉઠાવીને રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદૃી રહૃાા હતા.
રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદૃો ઉઠાવી રહૃાું છે. રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દૃીધું છે. ૨૮ ફેબ્રુઆરી પહેલા પ્રતિ બેરલ રશિયન તેલ પર ૧૦થી ૧૩ ડૉલરના ડિસ્કાઉન્ટ હતું, જોકે હવે તે ઘટીને ચારથી પાંચ ડૉલર કરી દૃેવાયું છે.