વિયેતનામ, ફ્રાન્સ, યુએસ, જર્મની, પોલેન્ડ, પાક. બાંગ્લાદૃેશ, ઇન્ડોન્ોશિયામાં ઇંધણ કટોકટી
પ્ોટ્રોલ પંપો પર કતાર, રેસ્ટોરન્ટ બંધ કરાયા
હોર્મુઝ જળમાર્ગ બંધથી ઓઇલ આયાત અટકી
અમેરિકા-ઈઝરાયલ ઈરાન સાથે છેલ્લા ૧૧ દિૃવસથી યુદ્ધ કરી રહૃાા છે, તો ઈરાને વિશ્ર્વભર માટે સૌથી મહત્વનો જળમાર્ગ હોર્મુઝ બંધ કરવાના કારણે અનેક તેલ ટેક્ધરો સહિતનો સામાન અટકી પડ્યો છે, યુદ્ધના કારણે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદૃી અરેબિયા સહિતના દૃેશોએ પણ આયાત પર કામ મુકી દૃીધો છે, જેના કારણે અનેક દૃેશોમાં યૂલ સંકટને લઈ હાહાકાર મચી ગયો છે. મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહૃાું હોવાના કારણે ભારત સહિત વિશ્ર્વના અનેક દૃેશો યૂલ સંકટનો સામનો કરી રહૃાા છે. પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદૃેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે. મધ્ય-પૂર્વમાં દિૃવસે ને દિૃવસે ઘર્ષણ વધવાના કારણે ઊર્જા સપ્લાયની આયાત-નિકાસ કરવામાં ભારે અડચણો ઉભી થઈ રહીછે.
ઈરાને પોતાના સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ કરી દૃીધો હોવાથી ક્રૂડ તેલની િંકમતો ૨૫ ટકા સુધી વધી ગઈ છે. યુદ્ધના કારણે અનેક દૃેશો સમક્ષ એવું સંકટ ઉભું થયું છે કે, ક્યાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે, તો ક્યાંક હોટલ-રેસ્ટોરન્ટો બંધ કરવાનો આદૃેશ અપાયો છે. એટલું જ નહીં દૃૈનિક અપાતા પેટ્રોલમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ગભરાટ તેમજ પુરવઠાની અનિશ્ર્ચિતતાના કારણે નાગરિકો ટેન્શનમાં મુકાઈ ગયા છે અને પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પર લાઈન લગાવી દૃીધી છે, તો અનેક દૃેશોની સરકારોએ પણ િંચતત થઈને વિવિધ રસ્તાઓ અપનાવવાના શરૂ કરી દૃીધા છે.
પાકિસ્તાન : આર્થિક સંકટ અને ભારે મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન ફરી મોટી આફતનો સામનો કરી રહૃાું છે. પાકિસ્તાનમાં હાલ મોંઘવારીમાં અદૃમ્ય વધારો થયો છે. યુદ્ધ પહેલા ત્યાં પેટ્રોલની િંકમત ૨૬૬ રૂપિયાની આસપાસ હતી, ત્યારે હવે યુદ્ધ બાદૃ િંકમતોમાં ૫૫ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે હાલ ત્યાં પેટ્રોલની િંકમત ૩૨૧ રૂપિયા પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન સરકારે સંકટને ટાળવા માટે ઇંધણ બચાવવા માટે શાળાઓમાં બે અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે અને ઉચ્ચ શિક્ષણને ઓનલાઇન મોડ પર ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ૫૦% સ્ટાફને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે અને ઓફિસો અઠવાડિયામાં માત્ર ૪ દિૃવસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
બાંગ્લાદૃેશ : ઈંધણના ભાવમાં વધારાની વાતો સામે આવ્યા બાદૃ ઈંધણ બંધ થવાની આશંકાના કારણે બાંગ્લાદૃેશના લોકો ગભરાઈ ગયા છે.