હાલ મિડલ-ઇસ્ટમાં યુધ્ધના માહોલ વચ્ચે અનેક દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે ત્યારે ઇન્ડિગોની એક ફ્લાઇટ 13 કલાક સુધી હવામાં ઉડતી રહી હતી અને આખરે થાકી-હારીને આફ્રિકાથી યુ-ટર્ન લઇને પાછી દિલ્હી આવી હતી. બધાને આશ્ર્ચર્ય એ વાતનું છે કે આખરે હવામાં એવું તે શું બન્યું કે ફ્લાઇટને ઉડવાની સ્પેસ ન મળી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સોમવારે ઇન્ડિગોની દિલ્હીથી માન્ચેસ્ટર જનારી ફલાઇટ કોલ સાઇનને લઇને પેદા થયેલા ક્ધફયુઝનના કારણે લગભગ 13 કલાક સુધી ઉડાન ભર્યા બાદ આફ્રિકા ઉપરથી યુ-ટર્ન લઇને દિલ્હી પરત ફરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ ફ્લાઇટ રાત્રે 1-14 વાગ્યે દિલ્હીથી રવાના થઇ હતી અને લાંબુ ચક્કર લગાવીને આફ્રિકા ઉપર સુધી પહોંચી ગઇ હતી પરંતુ ઇરિટ્રિયા એરસ્પેસમાં એન્ટ્રી દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલમાં કોલ સાઇનને લઇને ભ્રમની સ્થિતિ બની હતી, ત્યાર બાદ વિમાને પરત ફરવું પડ્યું હતું. વિમાન બપોરે 2-22 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડીંગ થયું હતું. આ વિમાન નોર્સ એટલાન્ટિકનું વેટ-લિઝ્ડ બોઇંગ 787 હતું. જેને નોર્સ એટલાન્ટિક એરવેઝ પોતાના ઓપરેટીંગ ક્રૂ સાથે ઉડતું હતું. એરક્રાફટને ઉડાન માટે બધા જરૂરી એનરૂટ કિલયરન્સ મળી ચૂક્યા હતા, પરંતુ ઇન્ડિગોના કોલ સાઇન ‘આઇએફએલવાય’ (ઇન્ડિગો કોડ) સાથે ઇરિટ્રિયા એરસ્પેસમાં પ્રવેશની મંજુરી માગવા પર એર ટ્રાફિક કંટ્રોલમાં ક્ધફયુઝન પેદા થઇ ગયું હતું.
નોર્સ એટલાન્ટિક યુરોપીય યુનિયન સાથે સંકળાયેલ હોવાના કારણે યુરોપીય સંઘ વિમાની સુરક્ષા અધિકારી (ઇએએસએ)ના દિશા નિર્દેશોનું પાલન કરી રહ્યું છે. ઇએએચએના ‘કોન્ફિલકટ ઝોન ઇન્ફર્મેશન બુલેટીન’ મુજબ એરલાઇનોને બહેરિન, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, કુવૈત, ઓમાન, કતર, યુએઇ અને સાઉદી અરબના એરસ્પેસથી બચવાની સલાહ અપાઇ છે.