Jai Hind

દૃુબઈ આં.રા. એરપોર્ટ પાસ્ો ડ્રોન હુમલો: એક ભારતીય સહિત ૪ ઇજાગ્રસ્ત

અમેરિકાએ ઇરાન પર બંકર બસ્ટર બોમ્બ ઝીક્યા

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે વૈશ્ર્વિક રાજનીતિ અને લશ્કરી વ્યૂહરચનાના નવા સમીકરણો રચાઈ રહૃાા છે. અમેરિકાએ એકતરફ રશિયાને આડકતરી ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાન પર ‘બંકર-બસ્ટર બોમ્બથી પાતાળ સુધી તબાહી મચાવી છે.અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે રશિયાને સ્પષ્ટ શબ્દૃોમાં ચેતવણી આપી છે કે તે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં દૃખલ ન કરે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જોકે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત ‘સકારાત્મક રહી છે અને યુક્રેન મુદ્દે શાંતિની ચર્ચા થઈ છે, પરંતુ રશિયાએ મિડલ ઈસ્ટના જંગથી દૃૂર રહેવું જ હિતાવહ રહેશે.અમેરિકાએ હવે ઈરાનના એવા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે જમીનની નીચે સેંકડો ફૂટ ઉંડે બંકરોમાં છુપાયેલા છે. અહેવાલ મુજબ, અમેરિકાએ ૨૦૦૦ પાઉન્ડ વજનના ડઝનબંધ જીપીએસ-નિયંત્રિત ‘બંકર-બસ્ટર બોમ્બ ઈરાન પર ફેંક્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઈલ બનાવવાની અને તેને દૃાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવાનો છે.
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ જંગ વચ્ચે દૃુબઈમાં મોટી દૃુર્ઘટના જોવા મળી છે. દૃુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બે ડ્રોન પડ્યા છે. આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે ઘાનાઈ અને એક બાંગ્લાદૃેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે.
હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ડ્રોન ઈરાનથી આવ્યા હતા કે કોઈ અન્ય કારણે પડ્યા, પરંતુ જંગને કારણે આ વિસ્તારમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે સુરક્ષા એલર્ટ પર છે. ેંછઈ ની એર ડિફેન્સ સિસ્ટમે છેલ્લા કેટલાક કલાકોમાં ઘણા ડ્રોન અને મિસાઇલોને નષ્ટ કરી છે.
વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જસીવાલે બુધવારે પુષ્ટિ આપી હતી કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બે ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક હજુ પણ ગુમ છે.
વિદૃેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સંઘર્ષગ્રસ્ત પાણીમાં ભારતીય નાગરિકો પર હુમલો કરવામાં આવતા વેપારી જહાજોમાં જાનહાનિ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે સંઘર્ષ દૃરમિયાન ગલ્ફ ક્ષેત્રમાં ઘણા ભારતીયોને પણ ઈજાઓ પહોંચી છે, જેમાં ઇઝરાયલમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને દૃુબઈમાં બીજો એક ઘાયલ થયો હોવાના અહેવાલ છે.