Jai Hind

ઇરાન સાથેનુ યુદ્ધ જલ્દૃી ખતમ થઈ શકે છે: ટ્રમ્પ

અમે બધુ તબાહ કરી દૃીધુ છે ત્યાં હુમલો કરવા કંઈ બાકી નથી: અમેરિકી પ્રમુખ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું છે કે ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ સારું ચાલી રહૃાું છે અને તે જલ્દૃી જ પૂરું થઈ શકે છે. તેમણે કહૃાું કે અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં ઘણું વધારે નુકસાન પહોંચાડ્યું છે.
એક્સિઓસને આપેલા એક ફોન ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહૃાું કે અમેરિકી હુમલાઓ પછી ઈરાનમાં હવે નિશાન બનાવવા માટે લગભગ કંઈ જ બાકી નથી.
ટ્રમ્પના મતે સૈન્ય અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહૃાું છે. તેમણે કહૃાું કે છ અઠવાડિયાના અંદૃાજિત ઓપરેશનની સરખામણીમાં અમેરિકાએ પહેલેથી જ ઘણું વધારે નુકસાન પહોંચાડી દૃીધું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે કહૃાું છે કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીની કોઈ નક્કી કરેલી સમયમર્યાદૃા નથી. તેમણે કહૃાું કે અમેરિકા સાથે મળીને ચલાવવામાં આવી રહેલું અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમામ લક્ષ્યાંકો હાંસલ ન થઈ જાય. કાત્ઝના મતે આ ઓપરેશન જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે અને તેનો સમય અગાઉથી નક્કી નથી.