Jai Hind

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે અમેરિકાએ હાથ ઊંચા કર્યા! અમે જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી:અમેરિકન નેવી

હાલ આ દૃરિયાઈ માર્ગથી પસાર થનારા કોમર્શિયલ જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં અમે નથી

ઈરાન સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાની લાઇફલાઇન ગણાતી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકાએ મોટી કબૂલાત કરી છે. અમેરિકન નેવીએ સ્પષ્ટ કરી દૃીધું છે કે, તેઓ હાલ આ દૃરિયાઈ માર્ગથી પસાર થનારા કોમર્શિયલ જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી.

આ સ્થિતિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદૃનોથી અલગ નજરે આવે છે. ટ્રમ્પે કેટલાક દિૃવસો પહેલા કહૃાું હતું કે, ’જરૂર પડવા પર અમેરિકન ટેક્ધરોને સુરક્ષિત રસ્તો આપવા માટે નેવી એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવાશે. બુધવારે જ ટ્રમ્પે ઓઈલ કંપનીઓથી ડર્યા વગર સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તે ઓઈલ ટેક્ધરોને નિકળવાની સલાહ આપી હતી.
પરંતુ અમેરિકન ઉર્જા મંત્રી ક્રિસ રાઇટે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું કે, હાલના જોખમો ખુબ વધુ છે અને નેવીની સુરક્ષા હજુ શક્ય નથી. આ અગાઉ ઈરાની સેનાના અધિકારીએ કટાક્ષ કરતા અમેરિકન નૌસેનાને ચેલેન્જ આપી હતી કે તેઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી પસાર થનારા ઓઈલ ટેક્ધરોને એસ્કોર્ટ કરે.
જોકે, શિિંપગ ઉદ્યોગ તરફથી લગભગ દૃરરોજ કરાઈ રહેલી અપીલ છતાં અમેરિકન નેવીનું કહેવું છે કે, હાલની સ્થિતિમાં હુમલાનો ખતરો એટલો વધારે છે કે હાલ સૈન્ય સુરક્ષા આપવી શક્ય નથી. સૂત્રોના અનુસાર, નેવીએ શિિંપગ અને ઓઈલ કંપનીઓની સાથે નિયમિત બ્રીિંફગમાં એ સ્પષ્ટ કરી દૃીધું છે કે, જ્યાં સુધી હુમલાઓનું જોખમ ઓછું નથી થતું, ત્યાં સુધી એસ્કોર્ટ મિશન શરૂ નહીં કરવામાં આવે. જણાવી દૃઈએ કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ કરાયા બાદૃ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજોની અવરજવર લગભગ અટકી ગઈ છે. આ એ જ જળમાર્ગ છે, જ્યાંથી થઈને દૃુનિયાના અંદૃાજિત ૨૦ ટકા ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પસાર થાય છે. ઈરાની સેનાથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ કરી દૃેવાયું છે અને જે પણ જહાજ ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના પર હુમલો કરી દૃેવાશે. ગત દિૃવસોમાં કેટલાક જહાજો પર હુમલા પણ થઈ ચૂક્યા છે.