ઓમાનના સોહર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને ૧૦ અન્ય ઘાયલ થયા છે, એમ વિદૃેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.આ ઘટના વિશે વાત કરતા, અધિક સચિવ (અખાતી) અસીમ આર મહાજને જણાવ્યું હતું કે કુલ ૧૧ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૦ ભારતીયોનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી પાંચને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના પાંચ લોકો સારવાર હેઠળ છે.
“”હું આજે મસ્કતના સોહર શહેરમાં બનેલી એક ઘટના તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. એક હુમલો થયો હતો અને આ ઘટનામાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતા. અમે તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદૃના વ્યક્ત કરીએ છીએ. ઘાયલ થયેલા ૧૧ લોકોમાંથી ૧૦ ભારતીય છે. તેમાંથી પાંચને સારવાર બાદૃ રજા આપવામાં આવી છે, અને અન્ય પાંચ સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર લઈ રહૃાા છે.