Jai Hind

મોહમ્મદૃ યુનુસની સરકારની વિદૃાય બાદ ભારત-બાંગ્લાદૃેશ વચ્ચેના સંબંધો પૂર્વવત થઈ રહૃાા છે

ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચેના સંબંધો ફરી એકવાર મજબૂત થતા દૃેખાય છે. આ સંદૃર્ભમાં, પશ્ર્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બાંગ્લાદૃેશી યુવા કાર્યકર્તા શરીફ ઉસ્માન હાદૃીની હત્યા કેસમાં મહત્ત્વની કાર્યવાહી કરી છે. જેમાં બાંગ્લાદૃેશી નાગરિકની ધરપકડ કરાઇ છે. આ ધરપકડને બાંગ્લાદૃેશની તપાસ એજન્સીઓને મોટી મદૃદૃ માનવામાં આવી રહી છે અને તે બંને દૃેશો વચ્ચે વિશ્ર્વાસ પુન:સ્થાપિત થવાનો સંકેત આપે છે.
પોલીસે જણાવ્યુ છે કે, ગુપ્ત માહિતીના આધારે ધરપકડ કરાયેલા આરોપી ફિલિપ સંગમાને નાદિૃયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરના રોજ ઢાકામાં થયેલી હત્યા બાદૃ સંગમા સરહદૃી દૃલાલ હતો અને તેણે મુખ્ય આરોપીઓ, ફૈઝલ કરીમ મસૂદૃ અને આલમગીર હુસૈનને ગેરકાયદૃેસર રીતે ભારતમાં પ્રવેશવામાં મદૃદૃ કરી હતી. બંને આરોપીઓની ૮ માર્ચે બાંગ્લાદૃેશની સરહદૃે પશ્ર્ચિમ બંગાળના બોનગાંવથી ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચે સહયોગનું મહત્વપૂર્ણ ઉદૃાહરણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વચગાળાની સરકારના વડા મોહમ્મદૃ યુનુસના કાર્યકાળ દૃરમિયાન બંને દૃેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પરંતુ યુનુસના ગયા પછી નવી સરકાર સાથેના સંબંધોમાં ઝડપથી સુધારો થયો છે. બાંગ્લાદૃેશ લાંબા સમયથી માંગ કરી રહૃાું હતું કે હાદૃી હત્યા કેસના આરોપીઓને ભારતને સોંપાય અને તેઓ સરહદૃ પારથી થતી દૃાણચોરી અટકાવવામાં સહયોગ કરે. ભારતે આ માંગણીનું પાલન કર્યું છે. આરોપીઓને બાંગ્લાદૃેશને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવી, અને સંગમાની ધરપકડથી બાંગ્લાદૃેશને નોંધપાત્ર રાહત મળી છે.