Jai Hind

કાબુલમાં હોસ્પિટલ પર બોમ્બવર્ષાથી૪૦૦ લોકોના મોત

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક

પાકિસ્તાન અન્ો અફઘાનિસ્તાન વચ્ચે સર્જાયેલા તનાવમાં મંગળવારે પાકિસ્તાન્ો કાબુલમાં એક હોસ્પિટલ અને રહેણાંકના વિસ્તારોમાં કરેલા બોમ્બમારામાં ૪૦૦ લોકોના મોત થયા હતા જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, તસ્વીરોમાં ડાબ્ોથી મિનાબ સ્કૂલ પર કરેલા બોમ્બ વર્ષોમાં ૧૫૦ જ્યારે કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી હોસ્પિટલમાં ૪૦૦ લોકોના મોત થયાનાં અફઘાનિસ્તાન્ો દૃાવો કર્યો છે. માર્યા ગયેલા લોકોના પરિવારજનો શોકમાં ડુબ્ોલા છે અન્ો હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઇ ગયેલી નજરે પડે છે.

કાબુલમાં સ્કૂલ ઉપરાંત નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી હોસ્પિટલ પર હુમલા કરાયો:૨૫૦થી વધુ ઘાયલ:અન્ોક નિર્દૃોષ લોકોએ જીવ ગુમાવ્યા:અફઘાનિસ્તાનના દૃાવો

એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહૃાું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહૃાો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહૃાું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દૃાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં ૪૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫૦થી વધુ ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દૃોષોના જીવ ગયા છે. જોકે બીજી તરફ પાકિસ્તાનનો દૃાવો જુદૃો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદૃીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દૃીધા છે. પાકિસ્તાને કહૃાું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદૃી ઈન્ળાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી જ્યાં સામાન્ય લોકો રહેતા હોય.નોંધનીય છે કે પાકિસ્તાન એવો આરોપ લગાવતું રહૃાું છે કે અફઘાનિસ્તાનમાં હાજર અલગ-અલગ ઉગ્રવાદૃી સંગઠનો તેના દૃેશમાં હુમલા કરે છે. બીજી બાજુ, તાલિબાન સરકાર આ આરોપોનો ઈનકાર કરતી આવી છે. જે બાદૃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દૃરરોજ સૈન્ય સંઘર્ષ થઈ રહૃાો છે. આ દૃરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃે અફઘાનિસ્તાનને આતંકવાદૃ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દૃેશો વચ્ચે હુમલા તેજ થયા છે અને આ અથડામણ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદૃ નબીએ પાકિસ્તાન તરફથી કાબુલ પર થયેલા હુમલા અંગે િંચતા વ્યક્ત કરી છે. નબીએ કહૃાું છે, કે માતાઓ પોતાના પુત્રોના નામ પોકારતી હતી, તેમની રાહ જોતી રહી. રમઝાનની ૨૮મી રાત્રે તેમની િંજદૃગીઓ અધૂરી રહી ગઈ. રાશિદૃ ખાને પણ પાકિસ્તાનની િંનદૃા કરી છે અને નાગરિકોના મોત અંગે િંચતા વ્યક્ત કરી છે. રાશિદૃ ખાને કહૃાું કે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવવું એ ‘વોર ક્રાઈમ‘ છે. તેમણે આગળ કહૃાું, રમઝાનના પવિત્ર મહિનામાં લોકોના િંકમતી જીવનનું અપમાન કરવું એ દિૃલ તોડી નાખનારું કામ છે. આવા ગુનાઓ માત્ર લોકો વચ્ચે વિભાજન અને નફરતને પ્રોત્સાહન આપે છે.

હોસ્પિટલ પર હુમલો બર્બર અન્ો કાયરતાપ્ાૂર્ણ કૃત્ય:ભારત

પાક હુમલાના મુદ્દે ભારત અફઘાનિસ્તાનની પડખે આવ્યુ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈકની ભારતે સખત શબ્દૃોમાં િંનદૃા કરી છે. ભારત સરકારના વિદૃેશ મંત્રાલયે(સ્ઈછ) આ હુમલાને ’બર્બર’ અને ’કાયરતાપૂર્ણ’ િંહસક કૃત્ય ગણાવ્યું છે. ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, ’જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દૃોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવીયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહૃાું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદૃેશિક શાંતિ માટે મોટું જોખમ છે.’
પાકિસ્તાનના વલણની આકરી ટીકા કરતા ભારતે જણાવ્યું કે, આ હુમલો ઇસ્લામાબાદૃની પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવાનો અને તેના ’બિનજવાબદૃાર વર્તન’નો પુરાવો છે. શાંતિ અને કરુણાના પ્રતીક સમાન પવિત્ર રમઝાન માસમાં કરવામાં આવેલો આ હુમલો અત્યંત આઘાતજનક અને િંનદૃનીય છે.