વૈશ્ર્વિક ઊર્જા સંકટના ભણકારા!
ઈરાને આગામી ગણતરીના કલાકોમાં પાંચ મુખ્ય ઓઇલ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાની આક્રમક જાહેરાત કરી છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ખાડી વિસ્તારમાં ઈરાનના ઊર્જા માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોય. આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવમાં એક મોટા ‘એસ્કેલેશન (સ્થિતિ વધુ તંગ થવી) તરીકે જોવામાં આવી રહી છે.પાર્સ ગેસ ફિલ્ડ દૃુનિયાના સૌથી મોટા કુદૃરતી ગેસ ભંડારનો હિસ્સો છે, જે ઈરાન અને કતાર સંયુક્ત રીતે ચલાવતા હતા. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં ગેસ ટેન્કો અને રિફાઇનરીના અમુક હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદૃ તરત જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.આ હુમલા અંગે ઈઝરાયલી મીડિયામાં એવો દૃાવો કરવામાં આવી રહૃાો છે કે, આ કાર્યવાહી અમેરિકાની સહમતિથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ઈઝરાયલી સેનાએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદૃન આપ્યું નથી. બીજી તરફ, કતારે આ હુમલાની સખત િંનદૃા કરતા તેને ઈઝરાયલનું કૃત્ય ગણાવ્યું છે. કતારે આ પગલાને ‘ખતરનાક અને બેજવાબદૃાર ગણાવતા ચેતવણી આપી છે કે, આનાથી વૈશ્ર્વિક ઊર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થશે.બીજી તરફ ઈરાને આગામી ગણતરીના કલાકોમાં પાંચ મુખ્ય ઓઇલ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાની આક્રમક જાહેરાત કરી છે. પશ્ર્ચિમી દૃેશો અને પ્રાદૃેશિક હરીફો સાથેના સંબંધો વણસતા ઈરાને આ વ્યૂહાત્મક પગલું ભરવાની તૈયારી દૃર્શાવી છે. આ ધમકીને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દૃેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહૃાો છે.