તેલના ભાવ વધતા અટકાવવા મહત્વનો નિર્ણય લેવા તૈયારી: અમેરિકા ખુદના રિઝર્વમાં પણ મોટાપાયે બજારમાં ઠાલવશે
વોશિંગ્ટન: ઈરાન સાથેના યુદ્ધના કારણે હાલ દરિયામાં સંખ્યાબંધ ઓઈલ ટેન્કર્સ ફસાયા છે તેમાં 140 મિલિયન ઈરાનીયન ઓઈલ પરના નિયંત્રણો કામચલાવ રીતે હળવા કરવા અમેરિકા વિચારી રહ્યું છે જે રીતે યુદ્ધના કારણે ક્રુડતેલ ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને ગલ્ફ દેશો પર ઈરાનના વધતા જતા હળવાથી આ ક્ષેત્રના ક્રુડતે-ગેસ ઉત્પાદનને મોટો ફટકો પડયો છે તેમાં પરિસ્થિતિ હળવા કરવા હાલ દરિયાઈ ક્ષેત્રમાં 140 મિલિયન બેરલ ઓઈલ જે વિવિધ ટેન્કરોમાં લોડેડ છે પણ તે અમેરિકી પ્રતિબંધના કારણે વેચી શકાયુ નથી તેને આગામી 10થી14 દિવસમાં વેચાણની છુટ આપે તેવી શકયતા અમેરિકી સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણામંત્રી) એ દર્શાવી હતી. હોર્મુજ જળમાર્ગ બંધ હોવાથી આ તેલનું પરિવહન થઈ શકતુ નથી અને તેના કારણે દુનિયામાં રોજના 10થી14 બિલિયન બેરલ ક્રુડતેલની સપ્લાય ઘટી છે. જેના કારણે દુનિયાભરમાં ક્રુડતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમેરિકા તેને ડામવા માટે એક બાદ એક એકશન લઈ રહ્યું છે અને તેઓ આ 140 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ સલામત રીતે પરિવહન થાય તે નિશ્ર્ચિત કરશે. આ ઉપરાંત અમેરિકા તેના સ્ટેટેજીક રિઝર્વમાંથી પણ વધુ ક્રુડતેલ છુટુ કરી શકે છે. જેના કારણે પણ ભાવ સપાટી પર દબાણ આવશે. અગાઉ અમેરિકાએ રશિયન ક્રુડતેલ પરના પ્રતિબંધો પણ એક માસ માટે હળવા કર્યા છે અને તેનાથી ભારત સહિતના દેશોને મોટો લાભ થયો છે.