યુધ્ધ વિરામ પર વાતચીત કરવા માગતા ટ્રમ્પ સામે ઇરાનની શરત
તુર્કિયે પણ યુધ્ધ રોકવા સક્રિય:બીજી તરફ ઇરાન સામેના યુદ્ધમાં જોડાવા વિશ્ર્વ ન્ોતાઓન્ો ન્ોતન્યાહૂની અપીલ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ત્રણ સપ્તાહ પૂરા થઈ ગયા છે. તેવામાં અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચેતવણી આપતા કહૃાું કે ૪૮ કલાકની અંદૃર હોર્મુઝ જલડમરૂમધ્ય ન ખોલ્યું તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરી તબાહ કરી દૃેશે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે તે તેની શરૂઆત સૌથી મોટા પાવર પ્લાન્ટથી કરશે.
ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાનને તે જરૂરી રસ્તો ખોલવાની અપીલ કરી, જેને ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને તેના જવાબમાં ઈરાનના જવાબી હુમલાની શરૂઆત બાદૃ ઈરાની સેનાએ સંપૂર્ણ રોકી રાખ્યો છે. ટ્રમ્પે પોસ્ટમાં કહૃાું કે જો ઈરાન ૪૮ કલાકની અંદૃર જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલશે નહીં તો અમેરિકા તેના અલગ-અલગ પાવર પ્લાન્ટ પર હુમલો કરી તેને તબાહ કરી દૃેશે. તેની શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.
ટ્રમ્પનું નિવેદૃન તેવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજરાનીને ધમકાવવાને કારણે તેલની િંકમતો આસમાને પહોંચી રહી છે.
રિપબ્લિકન રાષ્ટ્રપતિએ શુક્રવારે સંકેત આપ્યો કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને સ્થિર કર્યા વગર પણ ચાલી રહેલા આ સંઘર્ષથી પીછેહડ કરી શકે છે. આ તે જળમાર્ગ છે જેનાથી દૃુનિયાનો લગભગ પાંચમાં હિસ્સાની તેલ સપ્લાય થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ઈરાન સાથે સીઝફાયર પર વાત કરવા માંગે છે. આ કામમાં ટ્રમ્પના સલાહકાર જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પણ લાગેલા છે. આ માહિતી એક્સિયોસ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે.
જોકે, ઈરાને વાતચીત માટે શરત રાખી છે કે પહેલા યુદ્ધ રોકવામાં આવે અને તેને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. ઈરાનનું એમ પણ કહેવું છે કે ભવિષ્યમાં તેના પર ફરીથી હુમલો નહીં થાય, તેની પાકી ગેરંટી મળે.
બીજી તરફ, ટ્રમ્પે સ્પષ્ટ કરી દૃીધું છે કે તેઓ અત્યારે ઈરાનની તમામ શરતો માનવા માટે તૈયાર નથી, ખાસ કરીને વળતરની માગને. અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત હાલમાં થઈ રહી નથી, પરંતુ ઈજિપ્ત, કતાર અને બ્રિટન જેવા દૃેશો મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહૃાા છે.
તુર્કીયેના વિદૃેશ મંત્રી હાકાન ફિદૃાનએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અનેક દૃેશો સાથે વાતચીત કરી છે. તેમણે ઈરાન, ઈજિપ્ત, બ્રિટન અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરી.
તેમણે ઈરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘચી, ઈજિપ્તના વિદૃેશ મંત્રી બદ્ર અબ્દૃેલાતી અને યુરોપિયન યુનિયનના અધિકારી કાજા કલાસ સાથે પણ વાત કરી હતી.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિશ્ર્વ નેતાઓને ઇરાન સામે યુદ્ધના પ્રયાસમાં જોડાવા અપીલ કરી છે. તેમણે ઇઝરાયલ પર તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે .
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી “તેલ આતંક” અને ચાલુ આક્રમણનો ઉલ્લેખ કરીને, ઈરાન સામેની લડાઈમાં જોડાવા માટે તાત્કાલિક વિશ્ર્વ નેતાઓને હાકલ કરી છે.”ઓપરેશન રોિંરગ લાયન” ની તીવ્રતા વચ્ચે , તેમણે આંતરરાષ્ટ્રીય નિષ્ક્રિયતાની ટીકા કરી, વિશ્ર્વને ઈરાનની “મુક્તિ” ને ટેકો આપવા વિનંતી કરી, અને દૃાવો કર્યો કે તેમનું સૈન્ય ઈરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતાઓને સક્રિયપણે નષ્ટ કરી રહૃાું છે.
ઇઝરાયેલ-અમેરિકા અન્ો ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇરાન્ો બંધ કરેલ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ્ો ૪૮ કલાકના આપ્ોલા અલ્ટિમેટમ બાદૃ ઇરાન્ો ઇઝરાયેલ પર હુમલા ત્ોજ કર્યા છે. રવિવારે ઇરાન્ો ઇઝરાયેલના પાટનગર ત્ોલઅવીવ, દૃક્ષિણના અરાડ સહિત શહેરોમાં કલ્સ્ટર બોંબ અન્ો મિસાઇલ હુમલો કર્યો હતો. જેમાં ૩૦૦ લોકો ઘાયલ થયા હતા. તસવીરોમાં ડાબ્ોથી ત્ોલઅવીવમાં કરેલા ક્લ્સ્ટર બોમ્બના સ્થળે પોલીસ અન્ો સુરક્ષાદૃળના જવાનો કોર્ડન કરીન્ો ઉભેલા છે. પછીની તસવીરમાં સધર્ન ઇઝરાયેલના શહેર અરાડમાં ઇરાન્ો કરેલા મિસાઇલ હુમલામાં રહેણાંકના એપાર્ટમેન્ટ બિર્િંલ્ડગો ગંભીર રીત્ો ક્ષતિગ્રસ્ત થયેલા નજરે પડે છે.