મિસાઇલ કોમ્યુનિટી હોલ પર પડી:આસપાસની ઇમારતો ધરાશાયી: હુમલા વખત્ો મોટા ભાગના લોકો શેલ્ટરમાં જતા રહેતા જાનહાની ટળી
ઈઝરાયલના દૃક્ષિણી શહેર ડિમોના પર ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા ૪૭ લોકો ઘાયલ થયા છે. આ શહેર તેના પરમાણુ કેન્દ્રના ગુંબજ આકારના માળખા માટે જાણીતું છે. મેગન ડેવિડ એડોમઅને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘાયલોમાં એક ૧૨ વર્ષનો છોકરો પણ છે, જે મિસાઈલના ટુકડા/છરા વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયો છે.
બીજી તરફ લગભગ ૩૦ વર્ષની એક મહિલા કાચના ટુકડા વાગવાથી ઘાયલ થઈ છે, જ્યારે અન્ય ૩૧ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે, ઘણા લોકો એવા છે જે શેલ્ટર તરફ દૃોડતી વખતે પડી જવાથી તેમને ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત ૧૪ લોકોને સોરોકા હોસ્પિટલમાં ગભરાહટ અને બેચેની માટે સારવાર આપવામાં આવી છે.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, ’મિસાઈલ એક કોમ્યુનિટી હોલ પર પડી હતી અને તેની અસરથી આસપાસના જૂના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. મોટાભાગના લોકો શેલ્ટરમાં હતા, તેથી તેમને વધુ ઈજા થઈ નથી, સિવાય કે એક છોકરો જે બહાર રહી ગયો હતો.’ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ એ જણાવ્યું કે તેઓ તપાસ કરી રહૃાા છે કે ઈરાની બેલેસ્ટિક મિસાઈલને શા માટે રોકી શકાઈ નથી. દૃાવો કરાયો છે કે ઈઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલને રોકવાનો પ્રત્યન કર્યો હતો, પરંતુ ’ઈન્ટરસેપ્ટર’ તેને તોડી પાડવામાં સફળ રહૃાા ન હતા.
સેનાએ કહૃાું છે કે ’આ ઘટનાની તપાસ કરવામાં આવશે.’ સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષણ સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એ હુમલા બાદૃ ’મહત્તમ લશ્કરી સંયમ’ રાખવાની અપીલ કરી છે. અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહૃાું છે કે ’ૈંછઈછને ઈઝરાયલના ડિમોના શહેરમાં મિસાઈલ પડવાની જાણકારી છે, પરંતુ પરમાણુ સંશોધન કેન્દ્રને નુકસાન થવાના કોઈ સંકેત મળ્યા નથી.’ બીજી તરફ, ઈરાને કહૃાું કે તેણે નતાન્ઝ પરમાણુ સંવર્ધન કેન્દ્ર પર અગાઉ થયેલા હુમલાના જવાબમાં ડિમોનાને નિશાન બનાવ્યું છે.
જો કે IDFએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેણે તે દિૃવસે વહેલી સવારે નતાન્ઝ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલમાં આ શહેર છે ‘લિટલ ઇન્ડિયા
લિટલ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા આ શહેરમાં લગભગ ૭,૫૦૦ ભારતીય-યહૂદૃીઓ રહે છે. તેમની વસ્તી શહેરની કુલ વસ્તીના આશરે ૩૦ ટકા જેટલી છે. અહીં લોકો ખૂબ જ સહજતાથી મરાઠી અને હિન્દૃી બોલે છે. લોકોમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે અને ખાણી-પીણીનો શોખ પણ સંપૂર્ણ ભારતીય છે. અહીંની દૃુકાનો પર તમને સહેલાઈથી સોનપાપડી, ગુલાબજાંબુ, પાપડી ચાટ, જલેબી અને ભેળપુરી મળી જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૯૫૦ અને ૬૦ના દૃાયકામાં મોટી સંખ્યામાં ભારતીય યહૂદૃીઓ ઈઝરાયલ આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા. જો કે તેમના પર ભારતીય સંસ્કૃતિનો રંગ આજે પણ અકબંધ છે.