૫ દિૃવસ ઇરાન પર અમેરિકા હુમલા નહી કરે:ટ્રમ્પ
અમેરિકાએ ઇરાન સમક્ષ પાંચ શરતો મૂકી:અમારા વળતા પ્રહારના ડરથી ટ્રમ્પની પીછેહઠ:ઇરાન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિૃવસથી ખૂબ જ સકારાત્મક વાતચીત ચાલી રહી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી ૫ દિૃવસ માટે મોકૂફ રાખવામાં આવે. હવે આ વાતચીત આખા અઠવાડિયા દૃરમિયાન ચાલુ રહેશે.
ટ્રમ્પના આ આદૃેશથી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ અત્યારે શાંત પડ્યું છે. જો આ મંત્રણા સફળ રહેશે તો આગામી દિૃવસોમાં યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રમ્પે આ મંત્રણાને કન્સ્ટ્રક્ટિવ ગણાવી છે, જે દૃર્શાવે છે કે બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.
એક તરફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે સફળ વાતચીતનો દૃાવો કરી કહી રહૃાા છે કે ઈરાનના ઉર્જા મથકો પર ૫ દિૃવસ સુધી કોઈ હુમલો અમેરિકા નહીં કરે, ત્યારે બીજી તરફ ઈરાન ટ્રમ્પના દૃાવાને પીછેહઠ ગણાવી વાતચીત થયાની વાતને ફગાવી રહૃાું છે.
સુત્રોના જણાવ્યા મુજબ બંને દેશોએ જો કે હજુ એક બીજા સાથે સીધો સંપર્ક કર્યો નથી પરંતુ ઇજીપ્ત, કતાર અને બ્રિટનએ યુધ્ધને અટકાવવા માટે પ્રયાસો ચાલુ કર્યા છે. જેમાં અમેરિકાએ 6 જેટલી શરતો મુકી છે ત્યારે બીજી તરફ ઇરાને પણ પોતાની ત્રણ શરતો આગળ ધરી છે. સુત્રોના જણાવ્યા મુજબ અમેરિકાએ પોતાની પાંચ શરતોમાં સૌ પ્રથમ ઇરાન તેનું તમામ સમૃધ્ધ કરેલું યુરેનીયમ અમેરિકાને સુપ્રત કરી દે તે મુખ્ય શરત છે. બીજી તરફ ઇરાન તેના મિસાઇલ કાર્યક્રમને કાયમ માટે બંધ કરી દે તે પણ મહત્વની શરત અમેરિકા દ્વારા મુકવામાં આવી છે
હુમલા રોકવાની ટ્રમ્પનીજાહેરાત બાદૃ
ગ્લોબલ માર્કેટમાં ઉછાળો અમેરિકી શેરબજારમાં ત્ોજી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને હાલ પૂરતા ટાળી દૃીધા છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિૃવસથી ચાલેલી વાતચીત બાદૃ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે તમામ સૈન્ય હુમલાઓને ૫ દિૃવસ માટે રોકી દૃેવામાં આવે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય શેરબજાર બંધ થયા પછી આ જાહેરાત કરી હતી.