મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધને કારણે પેટ્રોલીયમ ખાસ કરીને રાંધણ ગેસમાં કટોકટીની હાલત સર્જાઇ છે ત્યારે વધુ લોકોને ગેસ આપી શકાય તે માટે 14.2 કિલોના સિલીન્ડરમાં 10 કિલો જ ગેસ સપ્લાય કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
પેટ્રોલીયમ કંપનીઓના સૂત્રોએ કહ્યું કે રાંધણ ગેસના વપરાશમાં કરકસર તથા વધુ પરિવારોને ગેસ આપી શકાય તેવાં ઉદેશ છે. 14.20 કિલોનું રાંધણ ગેસ સિલીન્ડર સામાન્ય પરિવારમાં સરેરાશ 35થી 40 દિવસ ચાલતું હોય છે. 10 કિલો જ ગેસ આપવામાં આવે તો પરિવારો વધુ કરકસર કરે અને એક મહિના સુધી સિલીન્ડર ચાલી શકે. એલપીજીની સપ્લાય ચિંતાજનક છે જ ત્યારે 10 કિલોના સિલીન્ડર વધુ પરિવારો સુધી પહોંચી શકે. આ આયોજનને આખરી નિર્ણય થવાના સંજોગોમાં 10.2 કિલોના સિલીન્ડરમાં 10 કિલો જ ગેસ હોવાના સ્ટીકલ લગાવવામાં આવશે. આ માટે બોટલીંગ પ્લાન્ટોએ પણ સિસ્ટમમાં બદલાવ કરવો પડશે તથા અમુક સરકારી મંજુરી મેળવવી પડશે.
જો કે ગેસનું વજન ઘટાડાતા ગ્રાહકોમાં ગૂંચવણ સર્જાવાની સાથોસાથ વિરોધ ઉઠી શકે ઉપરાંત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ટાણે રાજકીય મુદ્ો પણ બની શકે એટલે સરકાર મંજુરી આપશે કે કેમ તે સવાલ છે. આમ છતાં ઇરાન યુધ્ધનો કોઇ નિવેડો ન આવે તો દિવસો દિવસ રાંધણગેસની હાલત વધુને વધુ ખરાબ થતી જવાનું જોખમ છે. ગેસનું એક જહાજ આવ્યું છે પરંતુ નવા શીપમેન્ટ નથી. છેલ્લા દિવસોમાં 92700 ટન ગેસ આવ્યો છે જે માત્ર એક જ દિવસના વપરાશ જેટલો છે. કોમર્સીયલ ગ્રાહકોને આંશિક સપ્લાય શરૂ કરાતા દબાણ વધ્યું છે.
પેટ્રોલીયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગત સપ્તાહે જ રાંધગેસની હાલત ચિંતાજનક ગણાવીને કરકસર કરવા પર ભાર મુક્યો હતો. જો કે, ડોમેસ્ટીક ડીલીવરી નિયંત્રિત જ હોવાનો સરકાર દાવો કરી રહી છે. કોમર્શિયલ ગ્રાહકોને શરૂઆતમાં સપ્લાય બંધ કરી દેવાયા બાદ 40 ટકા આપવામાં આવી રહી છે. ભારતના દૈનિક એલપીજી વપરાશ 93500 ટન છે તેમાંથી 86 ટકા (80400 ટન) ડોમેસ્ટીકનો છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં ઔદ્યોગિક અને કોમર્શિયલ ગેસ સપ્લાયમાં નિયંત્રણોને કારણે તેમાં 17 ટકાનો ઘટાડો થયો છે. ભારત જરૂરિયાતનું 60 ટકા એલપીજી આયાત કરે છે તેમાંથી 90 ટકા ગલ્ફમાંથી આવે છે.
વર્ષે 12થી વધુ ગેસ સીલીન્ડર મંગાવશો તો કારણ આપવું પડશે
નવી દિલ્હી, તા.23
દેશમાં રાંધણ ગેસની સર્જાયેલી કટોકટીમાં પુરવઠો જાળવી રાખવા માટે સરકારે એક બાદ એક પગલા લેવાનું શરુ કર્યું છે. તે વચ્ચે હવે તમે વર્ષે 12 થી વધુ રાંધણ ગેસ સીલીન્ડર જે ઘરેલું વપરાશના તે મંગાવશો તો તેના માટે કારણ આપવું ફરજીયાત બનશે. ક્વોટાથી વધારાના સીલીન્ડરમાં તમારે ઘરે કોઇ લગ્ન કે અન્ય મોટા આયોજનો છે કે જેને કારણે વધારાના સિલિન્ડરની જરુર રહે છે તે જણાવવું પડશે વર્ષના 12 સીલીન્ડર બાદ આ નિયમ લાગુ પડશે. ખાસ કરીને હાલના સમયમાં તાત્કાલીક ધોરણે આ નિયમ લાગુ કરાયો છે અને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સીલીન્ડર મેળવનારને પણ તે લાગુ રહેશે. ભારત પેટ્રોલીયમે તેના તમામ ડીલરોને આ અંગે સુચના આપી દીધી છે.
હાલની તંગીમાં વધુ એક નિર્ણય: ઘરે લગ્ન કે તેવા પ્રસંગના કારણે જ વધારાના સીલીન્ડર મળશે
7-8 દિવસને બદલે 45 દિવસ, ભારતે LPG આયાતની સ્ટ્રેટેજી બદલી લાંબો રસ્તો અપનાવ્યો
નવી દિલ્હી: સરકાર માટે કઙૠની અછત ચિંતાનો વિષય છે. તેથી, ભારત ઝડપથી તેના LPG સોર્સિંગમાં વધારો કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. 19 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, તેણે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી 176,000 ટન કઙૠ આયાત કર્યું.
આનું કારણ એ છે કે પશ્ર્ચિમ એશિયામાં આવેલ વિક્ષેપોને કારણે ઊર્જા સપ્લાય ચેઇન ની રણનીતિ માં બદલાવ કરવાની જરૂર પડી છે. મધ્ય પૂર્વ કરતાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી LPG મેળવવામાં વધુ સમય લાગે છે. જોકે, હાલમાં, પુરવઠા સુરક્ષા ગતિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
આ સપ્તાહ દરમિયાન ભારતની કુલ કઙૠ આયાત ઘટીને 265,000 ટન થઈ ગઈ, જે માર્ચની શરૂઆતમાં 322,000 ટન હતી. સૌથી અગત્યનું, પશ્ર્ચિમ એશિયામાંથી પુરવઠો ઘટીને માત્ર 89,000 ટન થયો, જે જાન્યુઆરી પછીની સૌથી ઓછી ભાગીદારી છે, જ્યારે ભારતની 100% LPG આયાત પશ્ચિમ એશિયામાંથી થતી હતી.
ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2026 માં અમેરિકાથી આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરશે. આ લાંબા ગાળાની રણનીતિનો સંકેત આપે છે.