Jai Hind

ઇરાન-ઇઝરાયલ વચ્ચે હવાઈ હુમલા:તહેરાનમાં ૧૫ના મોત

પાંચ દિૃવસ હુમલા રોકવાની ટ્રમ્પની જાહેરાત અન્ો વાટાઘાટોની ઓફર વચ્ચે

ઇઝરાયેલ- અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટોની કરાતી ઓફરો વચ્ચે ઇઝરાયેલ અને ઇરાન્ો સામ સામે હુમલા ચાલુ રાખ્યા છે ઇઝરાયેલે ઇરાનના ગ્ોસ મથકોન્ો નિશાન બનાવતા ઇરાન્ો વળતો પ્રહાર કરી ઇઝરાયલના પાટનગર ત્ોલ અવીવ પર કરેલા કલ્સ્ટર બોમ્બ અને કરેલા મિસાઇલ હુમલાના સ્થળે ઇમરજેન્સી કર્મચારીઓ બચાવ રાહત કાર્ય કરી રહૃાા છે. પછીની તસ્વીરમાં ઇઝરાયલ તાબાના વેસ્ટ બ્ોન્કમાં થેડુએલમાં બ્ોલિસિક મિસાઇલના ટૂકડાની પાછળ બાળકો રમી રહેલા શ્યમાન થાય છે.

મધ્ય પૂર્વના યુધ્ધમાં ઈરાન પર હુમલા પાંચ દિવસ મોકૂફ રાખવાની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંમ્પની જાહેરાત થતા પણ આજે સતત ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ઝબરો મીસાઈલ ડ્રોન સહિતનો હવાઈ હુમલો ચાલુ રહ્યો હતો. એક તરફ ઈરાને ઈઝરાયેલ ઉપરના નવા હુમલામાં કલસ્ટર બોંબથી ઈઝરાયેલના પાટનગર તેલઅવીવને ધણધણાવી દીધુ હતું અને અનેક સ્થળોએ વિસ્ફોટકોના અવાજ સંભળાયા હતા તથા આગ અને ધુમાડાના દ્દશ્યો સર્જાયા હતા. ઈરાને આ ઉપરાંત મધ્ય પૂર્વમાં કુવૈત સહિતના વિસ્તારોમાં પણ હુમલા ચાલુ રાખ્યા છે અને બહેરીનમાં પણ ડ્રોન હુમલાથી એમેઝોનના કલાઉડ સેન્ટરને ભારે નુકશાન પહોંચ્યુ છે. તો બીજી તરફ ઈઝરાયેલે ઈરાન ઉપરના હુમલામાં તેના ત્રણ ગેસ મથકોને નિશાન બનાવતા તહેરાનના અનેક વિસ્તારોમાં પાવર સપ્લાઈ ઠપ્પ થઈ ગયો છે તો આ હુમલામાં ઈરાનમાં 15 લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે અને ઈઝરાયેલે આ ઉપરાંત લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક મથકોને નિશાન બનાવ્યા છે તો બીજી તરફ હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલમાં પણ પાંચ ટાર્ગેટ ઉપર રોકેટ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ખાસ કરીને બૈરૂતમાં ઈઝરાયેલી સેના ઘુસે તેવી શકયતાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાનમાં અગાઉ તા.28ના રોજ હુમલામાં 208 બાળકો માર્યા ગયા બાદ ઈઝરાયેલનો આ સૌથી મોટો આજે નોંધાયો છે અને તેમાં તહેરાન સહિતના વિસ્તારોમાં 15 લોકોના મોત થયા હતા. ઈરાને જાહેર કયુર્ં છે કે તેના ગેસ મથકો કે જે વિજ મથકોને ઈંધણ પૂરૂ પાડે છે તેના પરના હુમલાથી હવે અમે મધ્યપૂર્વના પીવાના પાણીના પ્લાન્ટ અને વીજ મથકોને પણ નિશાન બનાવશું અને સમગ્ર મીડલ ઈસ્ટમાં અંધારૂ છવાઈ જાય તે રીતે અમારા હુમલા હશે. આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પની જાહેરાત બાદ શાંતિની જે અપેક્ષા હતી તે પડી ભાંગી છે.

હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકા અન્ો ઇરાનનો સંયુક્ત કંટ્રોલ! ટ્રમ્પની નવી ચાલ
મધ્ય પૂર્વના યુધ્ધમાં હોર્મુઝનો જળમાર્ગ એ અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો છે અને અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જળમાર્ગ ખોલાવવા માટે આપેલું અલ્ટીમેટમ પુરૂ થયું છે અને તે સમયે જ ટ્રમ્પે અચાનક જ યુધ્ધવિરામની જાહેરાત કરી છે હવે તે વાત આગળ વધારતા ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગ માટે ઇઝરાયલ અને ઇરાન સંયુકત રીતે અંકુશ ધરાવે તેવો એક નવી દરખાસ્ત મુકી છે. ટ્રમ્પે એક વાતચીતમાં કહ્યું કે તેઓ આ મુદે ઇરાન સાથે વાતચીત કરી રહ્યા છે અને બહુ જલ્દી હોર્મુઝ જળમાર્ગ ખુલી જશે. જોકે ઇરાને અગાઉ જ હોર્મુઝ મુદ્દે અમેરિકા સાથે કોઇ વાતચીત થઇ હોવાનો ઇન્કાર કર્યો છે અને ચેતવણી આપી છે કે સમગ્ર જળમાર્ગ વિસ્તારમાં તેઓ સમુદ્રી સુરંગ બિછાવી દેશે એટલું જ નહીં ઇરાની પર્સીયન ગલ્ફ સમુદ્રમાં આ પ્રકારે સુરંગ બિછાવાની અને તેની આસપાસનો સમુદ્રી વિસ્તાર બંધ કરી દેવાની પણ ધમકી આપી હતી. તે વચ્ચે હવે ટ્રમ્પની આ નવી દરખાસ્ત એ રસપ્રદ સ્થિતિ ઉભી કરી છે.

ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને આજે ૨૫ દિૃવસ પૂર્ણ થયા છે. એક તરફ બંને પક્ષો વચ્ચે વિસ્ફોટક હુમલાઓ ચાલુ છે, તો બીજી તરફ યુદ્ધવિરામ માટેના સંકેતો પણ મળી રહૃાા છે. રિપોર્ટ અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હવે આ જંગનો અંત લાવવા માટે તૈયાર દૃેખાઈ રહૃાા છે. સાઉદૃી અરેબિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોજતબા ખામેનેઈ કેટલીક શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા અને સમજૂતી કરવા માટે સંમત થયા છે, જે આ યુદ્ધમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.