અમને ટ્રમ્પ પર વિશ્ર્વાસ નથી : મીડલઇસ્ટમાં અમેરિકા ત્ોના બધા બેઝ બંધ કરે:ઈરાન
મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે કુદૃરતી આફતનું સંકટ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ આજે એક નવું સંકટ આવ્યું છે. મિડલ ઇસ્ટના દૃુબઇ, ઇરાન અન્ો હોર્મુઝની સામુદ્રધુની વિસ્તારોમાં તોફાનની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ-ચાર દિૃવસ પશ્ર્ચિમ એશિયા માટે અત્યંત ભારે વરસાદૃ, ગાજવીજ સાથે વાવાઝોડા અન્ો કરા પડવાની શક્યતા છે. આવતીકાલથી સિસ્ટમ વધુ ત્ોજ બનતા ગલ્ફ દૃેશોમાં હાઇએલર્ટ અપાયું છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઈરાને ફગાવી દૃીધો છે. આ ઉપરાંત ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પણ આકરા શબ્દૃોમાં ઝાટકણી કાઢી છે. બીજીતરફ અમેરિકાએ યુદ્ધવિરામ માટે ૧૫ શરતોનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે, તેને પણ ઈરાને ફગાવી દૃીધો છે.
ઈરાને તે પ્રસ્તાવ ફગાવ્યો છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત કરાવાવની ઓફર કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, શાહબાજે પોસ્ટ કર્યા બાદૃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તે પોસ્ટને રિપોસ્ટ કરી હતી, એટલે કે ટ્રમ્પ પ્રસ્તાવ માટે રાજી થયા હોવાનું મનાઈ રહૃાું છે. જોકે હવે આ મામલે ઈરાને સત્તાવાર પ્રક્રિયા આપી છે અને પાકિસ્તાનનો પ્રસ્તાવને ફગાવી સ્પષ્ટ કહૃાું છે કે, તેને પાકિસ્તાનની મધ્યસ્થા મંજૂર નથી. એટલું જ નહીં ઈરાને ટ્રમ્પને પણ અવિશ્ર્વાસુ કહૃાા છે.
તો બીજીતરફ ઈરાન દૃર વખતે ટ્રમ્પના દૃાવાને ફગાવી દૃે છે. તાજેતરમાં ઈરાને સાથે વાત થઈ હોવાનો ટ્રમ્પે દૃાવો કર્યો હતો, જોકે ઈરાને આ દૃાવો ખોટો ગણાવ્યો છે. ઈરાની સેનાએ દૃાવા અંગે કહૃાું કે, અમેરિકા પોતાની સાથે જ વાત કરી રહૃાું છે. તેઓ ઈરાનને બે વખત દૃગો આપી ચુક્યા છે અને હવે અમે આવું નહીં થવા દૃઈએ. ઈરાને ટ્રમ્પ પર વિશ્ર્વાસ જ નથી.
સમજૂતી બાદૃ એક મહિનામાં યુદ્ધવિરામ પર ચર્ચા કરાશે.
ઈરાનની પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા ખતમ કરવા પર વાતચીત
ઈરાન યૂરેનિયમ સંવર્ધન બંધ કરશે.
હોર્મુઝ જલડમરૂમધ્ય ખુલ્લો રખાશે અને આ જળમાર્ગમાંથી જહાજો સરળતાથી આવી-જઈ શકશે
ઈરાને પોતાના યુરેનિયમ સંવર્ધનની માહિતી આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને સોંપવી પડશે.
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને દૃેખરેખ હેઠળ ઈરાને પોતાના પરમાણુ કેન્દ્રે (નતાંજ, ઈસ્ફહાન અને ફોર્ડો) નષ્ટ કરવા પડશે.
ઈરાને હમાસ, હિઝબુલ્લા જેવા સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું પડશે.
ઈરાને પોતાની મિસાઈલ બનાવવાની સંખ્યા પણ મર્યાદિૃત કરવી પડશે. ઈરાને જે મિસાઈલો બનાવવાનો પ્રોગ્રામ ચલાવી રહૃાું છે, તેને પોતાની સુરક્ષા સુધી બનાવવા એટલે કે મર્યાદિૃત કરવા પડશે.