ઇઝરાયેલે પણ બે લાખ રિઝર્વ સૈનિકોને બોલાવ્યા
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ એક મોટું સૈન્ય પગલું ભર્યું છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાન અને શાંતિ પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે,
તો બીજી તરફ અમેરિકન સેના પોતાની સૌથી ખતરનાક ગણાતી ૮૨મી એરબોર્ન ડિવિઝનના અંદૃાજે ૧,૦૦૦ સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સૈનિકો આગામી થોડા દિૃવસોમાં રવાના થશે. આ યુનિટની ખાસિયત એ છે કે તેને ખૂબ જ ઓછા સમયમાં દૃુનિયાના કોઈપણ ખૂણે તૈનાત કરી શકાય છે, તેથી જ તેને અમેરિકાનું ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ માનવામાં આવે છે. આ ટુકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ હશે.
જોકે, સૈનિકોની ચોક્કસ સંખ્યાને લઈને અલગ-અલગ અહેવાલો સામે આવતા સસ્પેન્સ સર્જાયું છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં ૧,૦૦૦ સૈનિકોની વાત છે, ત્યાં અન્યનો દૃાવો છે કે પેન્ટાગોન ૩,૦૦૦ સૈનિકોની આખી યુનિટ તૈનાત કરવાનો આદૃેશ આપી શકે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ અમેરિકાએ ૨,૨૦૦ મરીન સૈનિકોને આ વિસ્તારમાં મોકલ્યા હતા, જેમનું મુખ્ય કામ દૃૂતાવાસોની સુરક્ષા અને નાગરિકોને બહાર કાઢવાનું હોય છે.
બીજી તરફ ઇઝરાયેલે પણ ત્ોના બ્ો લાખ રિઝર્વ સ્ૌનિકોન્ો યુધ્ધના મોરચે બોલાવ્યા છે. આ સ્થિતિ આવતા દિૃવસોમાં મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી શકે ત્ોવી દૃહેશત સર્જાઈ છે.