Jai Hind

રશિયાની ૪૦ ટકા ઓઇલ નિકાસ ઠપ થતા સંકટ વધ્યુ

યુક્રેને અનેક ટેન્કરો જપ્ત કરી લીધા

યુક્રેને રશિયન ઓઇલ પાઇપલાઇન પર ડ્રોન હુમલો કરતા નુકસાન

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૨૭ દિૃવસથી યુદ્ધ ચાલી રહૃાું છે. આ યુદ્ધના કારણે વિશ્ર્વભરમાં ગંભીર ઓઈલ સંકટ ઉભું થયું છે, ત્યારે હવે યુક્રેને રશિયા પર ભયાનક હુમલો કરી ઓઈલ સંકટની િંચતામાં બમણો વધારો કરી દૃીધો છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દૃીધા બાદૃ ક્રૂડ ઓઈલ અને ગેસનો સપ્યાલ સંપૂર્ણ અટકી પડ્યો છે. જોકે આ સ્થિતિમાં રશિયન ઓઈલે ભારત સહિત વિશ્ર્વભરની ઊર્જાની ઘણી જરૂરીયાત પુરી કરી છે. જોકે હવે રશિયન ઓઈલ પર પણ સંકટ આવી ગયું છે.
યુક્રેને તાજેતરમાં રશિયાની તેલ પાઈપલાઈન પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેના કારણે રશિયાને ઘણું નુકસાન થયું છે. એટલું જ નહીં યુક્રેને અનેક રશિયન ટેક્ધરો પણ જપ્ત કરી લીધા છે. આ હુમલા બાદૃ રશિયાની લગભગ ૪૦ ટકા ઓઈલ આયાત ક્ષમતા ઠપ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, વિશ્ર્વ માટે બીજા સૌથી મોટા ઓઈલ આયાતકાર રશિયન પાસે આ મોટું સંકટ છે.હુમલાના કારણે રશિયાની દૃૈનિક લગભગ ૨૦ લાખ બેરલની નિકાસ ક્ષમતા બંધ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ રશિયાએ હુમલો કરતા યુક્રેનથી હંગેરી અને સ્લોવાકિયા જતી દ્રુઝબા પાઈપલાઈનના એક ભાગને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. હુમલા બાદૃ નોવોરોસ્સિએસ્ક પોર્ટ પર દૃૈનિક ૭ લાખ ઓઈલ બેરલની નિકાસ ઘટી ગઈ છે. યુરોપમાં રશિયન ટેક્ધરોને જપ્ત કરાતા મરમંસ્ક પોર્ટ પર દૃૈનિક ત્રણ લાખ બીપીડીનું આર્કટિક તેલ નિકાસ અટકી ગઈ છે. જેની અસર ભારત પર પણ પડશે.