Jai Hind

રશિયનો પોતાની ઘરેલુ માંગને પહોંચી વળવા નિર્ણય રશિયાનો અમોનિયમ નાઇટ્રેટની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ

રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઇલ પર મળતી રાહત પણ નાબૂદૃ કરી

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્ર્વિક એનર્જી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઇલ પર મળતી રાહત પણ નાબૂદૃ કરી દૃીધી છે.
ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરીને સમગ્ર વિશ્ર્વને સંકટમાં નાખી દૃીધું છે. આ રસ્તો બંધ થવાથી એલપીજી (ન્ઁય્) અને ક્રૂડ ઓઇલના જહાજોની અવરજવર અટકી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઇલ અને ૬૦% એલપીજી આયાત કરે છે. જોકે, ભારતની કુનેહપૂર્વકની રણનીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને પોતાના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહૃાું છે.
રશિયાએ પોતાની ઘરેલુ માંગને પહોંચી વળવા માટે અમોનિયમ નાઇટ્રેટ(ખાતર)ની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દૃીધો છે. આ નિર્ણય ૨૧ માર્ચથી ૨૧ એપ્રિલ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ખાતર આયાત કરે છે. રશિયા વિશ્ર્વના અમોનિયમ નાઇટ્રેટના વેપાર પર ૪૦% નિયંત્રણ ધરાવે છે.
વસંત ઋતુમાં વાવણીના સમયે જ આ નિર્ણય લેવાતા ખેતી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના ’એક્રોન’ પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદૃન ઘટ્યું છે, જે મે-જૂન સુધીમાં ફરી શરૂ થવાની શક્યતા છે.