નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (ઇજીઁ) ના યુવા નેતા અને કાઠમાંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહને નેપાળના ૪૭માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ ૭૬(૧) હેઠળ તેમની નિમણૂક કરી છે.બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પાછળ ભારતનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદૃ, બાલેન શાહ ભારત આવ્યા હતા અને એન્જિનિયિંરગનો અભ્યાસ કર્યો હતો. વિશ્ર્વેશ્ર્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત વિશ્ર્વેશ્ર્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (કર્ણાટક) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયિંરગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતમાં મેળવેલી આ એન્જિનિયિંરગની ડિગ્રી અને ટેકનિકલ સમજને કારણે જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. જેણે તેમને વડાપ્રધાન પદૃ સુધી પહોંચાડવામાં મદૃદૃ કરી છે.
શુક્રવારે બપોરે ૧૨:૩૪ કલાકે બાલેન શાહે હિન્દૃુ રીતિ-રિવાજ મુજબ પદૃ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદૃકોએ શંખ ફૂંકીને માંગલિક શરૂઆત કરી હતી. જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.