શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા : ઈરાન
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિૃવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદૃના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદૃ ગાલિબાફે દૃાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દૃેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહૃાા છે.
ઈરાની સંસદૃના સ્પીકરે યુદ્ધ વચ્ચે ચેતવણી આપી છે કે, ‘ઈરાન અમેરિકાના સહયોગી દૃેશોને સજા આપશે. ઈરાન વળતો હુમલો કરવા માટે તૈયાર છે અને અમારી સેના તેની રાહ જોઈ રહી છે. કોઈપણ િંકમતે ઈરાન ઝૂકશે નહીં. અમારા દૃેશની સેના અમેરિકાના સંભિવત હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ઈરાની મીડિયાના રિપોર્ટ મુજબ, ઈરાનના વિદૃેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ગ્રીકના વિદૃેશમંત્રી જૉર્જોસ કો પેરાપેટ્રિટિસ સાથે ફોન પર વાતચીત કરતી કહૃાું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ અન્ય દૃેશોને યુદ્ધમાં સામેલ કરવા માંગે છે. આ બંને દૃેશો ખોટા અભિયાનો ચલાવીને સંઘર્ષનો વ્યાપ વધારવાનું ષડયંત્ર કરી શકે છે. આ પહેલા ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દૃેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી અને ઇસ્ફહાનની ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી પર થયેલા હુમલા બાદૃ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(ૈંઇય્ઝ્ર)એ વળતો પ્રહાર કરવાની સોગંદૃ ખાધી છે. ઈરાનનો દૃાવો છે કે, આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.