Jai Hind

હોર્મુઝ માર્ગ પ્ાૂર્વવત ખોલો નહીંતર,ખર્ગ ટાપુ અમે તબાહ કરી દૃઈશુ ઇરાનન્ો ટ્રમ્પની ‘અંતિમ ચેતવણી

અમેરિકા ઈરાન યુદ્ધને હવે ૩૧ દિૃવસ થયા છે, અત્યાર સુધી અમેરિકા તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી, જેના માટે તેણે યુદ્ધ શરૂ કર્યું હતું. ઈરાન અત્યાર સુધી અમેરિકા સામે ન તો ઝૂક્યું છે અને ન તો તેણે કોઈ ઢીલ બતાવી છે. ઈરાનના આ પહાડ જેવા મનોબળને જોઈને હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે. સોમવારે તેમણે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતાં કહૃાું કે, જો હોર્મુઝ સ્ટ્રેટને સામાન્ય કામગીરી માટે ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુને ઉડાવી દૃઈશું.ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું, ’યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાનમાં પોતાની સૈન્ય કાર્યવાહી ખતમ કરવા માટે એક નવી અને વધુ સમજદૃાર સરકાર સાથે ગંભીર વાતચીત કરી રહૃાું છે. આમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ જો કોઈ કારણસર જલ્દૃીથી કોઈ સમજૂતી થઈ શકતી નથી – જેની શક્યતા છે – અને જો હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ’સામાન્ય કામકાજ’ માટે ખોલવામાં નહીં આવે, તો અમે ઈરાનમાં અમારા આ ’સારા વલણ’ને સમાપ્ત કરતાં તેમના તમામ પાવર પ્લાન્ટ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુ (અને કદૃાચ તેમના તમામ ડિસેલિનેશન પ્લાન્ટ્સને પણ) બોમ્બથી ઉડાવીને સંપૂર્ણ રીતે તબાહ કરી દૃઈશું, જેને અમે જાણી જોઈને અત્યાર સુધી હાથ લગાવ્યો નહોતો.

મિત્ર ભારત મધ્યસ્થી મંત્રણામાં સામેલ થઈ શકે છે:ઇરાન

પાકિસ્તાન ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે પોતાને સ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહૃાું છે. જોકે, સફળતા સરળતાથી મળતી દૃેખાતી નથી. ઈરાને પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા અમેરિકાના ૧૫-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. આ પછી, પાકિસ્તાને ફરીથી કેટલાક ઇસ્લામિક દૃેશોના વિદૃેશ પ્રધાનોને બોલાવીને આ મામલામાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે.