Jai Hind

હોર્મુજ પર ઈરાને ઘેરાબંધી કરી છે ત્યારે… હોર્મુજનો વિકલ્પ બની સાઉદી અરબની મોટી તેલ પાઈપલાઈન

દુનિયાના સૌથી મહત્વના તેલ માર્ગ હોર્મુજની ઘેરાબંધી બાદ હવે સાઉદી અરબની સૌથી મોટી તેલ પાઈપલાઈનને વિશ્ર્વને મોટી રાહત આપી છે. સાઉદી અરબની આ 1000 કિલોમીટર લાંબી પાઈપલાઈન પહેલા હોર્મુજનું બેકઅપ હતી, હવે મુખ્ય ભૂમિકામાં કામ કરી રહી છે.
દુનિયાનો રોજનો તેલનો વપરાશ: દુનિયાનો રોજનો કાચા તેલનો વપરાશ લગભગ 10.2 કરોડથી 10.4 કરોડ બેરલ વચ્ચે છે. સાઉદી અરબ આ વપરાશનો એક મોટોભાગ (લગભગ 10 ટકા) પુરો કરી રહ્યો છે. હવે આ પાઈપલાઈન પુરી ક્ષમતાથી તેલ પહોંચાડી રહી છે.
હવે રાતા સમુદ્રથી થાય છે નિકાસ: ઈરાન સાથે વધતા તનાવના કારણે હોર્મુજથી થનારો વ્યાપાર લગભગ ઠપ્પ છે. અહીંથી યુદ્ધ પહેલા રોજનું 1.5 કરોડ બેરલ કાચું તેલ પસાર થતું હતું.
સાઉદી અરબે આ સંકટને પારખીને પોતાના તેલના જહાજને રાતા સમુદ્રમાં આવેલ યાતળુ બંદર તરફ વાળી દીધું. વિશેષજ્ઞોનું માનવું છે કે આ બાયપાસ રૂટના કારણે જ કાચા તેલની કિંમતો આકાશને આંબવાના સંકટના સ્તરે નહોતી પહોંચી.
આંકડા અનુસાર ભારત રોજ સાઉદી અરબથી લગભગ 15 લાખથી 18 લાખ બેરલ તેલ ખરીદે છે. યુદ્ધ પહેલા ભારતને મળનાર 15 લાખથી 18 લાખ બેરલ તેલનો લગભગ પુરો ભાગ હોર્મુજના રસ્તેથી આવતો હતો, હવે હોર્મુજનો રસ્તો બંધ થયા બાદ સાઉદી અરબ હવે ભારત માટે પોતાના તેલને આ પાઈપલાઈનથી રાતા સમુદ્રના યાનહુ બંદરશાહ સુધી મોકલી રહ્યું છે. ભારત પોતાના કુલ વપરાશના લગભગ 80 ટકાથી 90 ટકા ભાગ હવે આ પાઈપલાઈનથી પ્રાપ્ત કરી રહ્યું છે.