Jai Hind

વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર સંકટ, મોંઘવારી વધશે

ઇરાન યુધ્ધન્ો લઇન્ો આઇએમએફની વિશ્ર્વને ચેતવણી

બંધ કરાયેલા હોર્મુઝ સ્ટ્રેટે વૈશ્ર્વિક સપ્લાઇ ચેઇનન્ો જોખમમાં મૂકી દૃીધી: વિકાસ ધીમો પડશે

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને હવે લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. આ દૃરમિયાન વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર તેનો ગંભીર પ્રભાવ જોવા મળી રહૃાો છે. આ સંજોગોમાં ૈંસ્હ્લએ સમગ્ર વિશ્ર્વને ચેતવણી આપી છે કે આ યુદ્ધના કારણે મોંઘવારી વધી શકે છે અને આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે છે.ૈંસ્હ્લના નિષ્ણાતો અનુસાર, આ સંઘર્ષનો સૌથી મોટો પ્રભાવ ઉર્જા માર્કેટ પર પડી રહૃાો છે. ખાસ કરીને હોર્મૂઝ સ્ટ્રેટને લઈને ઉભી થયેલી અનિશ્ર્ચિતતાએ વૈશ્ર્વિક સપ્લાય ચેઇનને જોખમમાં મૂકી દૃીધી છે. વિશ્ર્વના લગભગ ૨૫થી ૩૦ ટકા કાચા તેલ અને લગભગ ૨૦ ટકા ન્દ્ગય્ સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં તણાવ વધતા કાચા તેલના ભાવ ઝડપથી વધી રહૃાા છે અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે.
આર્થિક નિષ્ણાતો ટોબિયાસ એડ્રિયન અને જિહાદૃ અઝૂરના વિશ્લેષણ મુજબ, આ સંઘર્ષના કારણે ઊર્જા, ખાદ્ય અને નાણાકીય બજારોમાં અસ્થિરતા વધી રહી છે. ખાસ કરીને વિકાસશીલ અને ગરીબ દૃેશો માટે આ પરિસ્થિતિ વધુ િંચતાજનક બની શકે છે. આ દૃેશો ઊર્જા આયાત પર વધુ નિર્ભર હોવાથી વધતા ભાવ અને સપ્લાયમાં અવરોધ તેમને ગંભીર આર્થિક સંકટમાં મૂકી શકે છે.ૈંસ્હ્લએ જણાવ્યું છે કે એશિયા અને આફ્રિકાના ઘણા દૃેશોમાં ઈંધણના વધતા ભાવને કારણે કૃષિ ઉત્પાદૃન ખર્ચ વધશે, જેના કારણે ખાદ્ય પદૃાર્થોની િંકમતોમાં વધારો થશે. પરિણામે, સામાન્ય લોકો પર સીધી અસર પડશે અને મોંઘવારી વધુ તેજીથી વધશે.
વિશેષજ્ઞોનું માનવું છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે, તો વૈશ્ર્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધશે. મોંઘવારીમાં સતત વધારો થવાથી પગાર અને ખર્ચ વચ્ચે અસંતુલન સર્જાઈ શકે છે, જે અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ઘણા દૃેશોને વધારાની નાણાકીય સહાયની જરૂર પડી શકે છે.
તેલ અને ગેસ નિકાસ કરતા દૃેશો માટે આ પરિસ્થિતિ થોડો ફાયદૃાકારક બની શકે છે, કારણ કે વધતા ભાવથી તેમની આવકમાં વધારો થઈ શકે છે. પરંતુ મોટાભાગના દૃેશો માટે આ સ્થિતિ પડકારજનક જ રહેશે.ૈંસ્હ્લએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સંઘર્ષનો અંતિમ પ્રભાવ તેની અવધિ પર આધાર રાખશે. જો યુદ્ધ ટૂંકા ગાળાનું રહેશે તો નુકસાન મર્યાદિૃત રહી શકે છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગી શકે છે.વૈશ્ર્વિક અર્થતંત્ર માટે આ એક ગંભીર ચેતવણી છે અને ખાસ કરીને નબળી અર્થવ્યવસ્થાઓને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.