ઈરાન્ો સામે ચાલીન્ો યુધ્ધ વિરામની માગ કરી:અમેરિકી પ્રમુખનો દૃાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો છે કે ઈરાને અમેરિકા પાસેથી યુદ્ધવિરામની માંગણી કરી છે. ટ્રમ્પે બુધવારે ટ્રૂથસોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી. “હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું, મુક્ત અને સ્પષ્ટ થઈ જાય પછી જ અમે આ અંગે વિચાર કરીશું. ત્યાં સુધી, અમે ઈરાનને સંપૂર્ણપણે નાશ કરવાનું ચાલુ રાખીશું,” એમ ટ્રમ્પે કહૃાું.
ટ્રમ્પે ઈરાન શરત મૂકી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પરની એક પોસ્ટમાં લખ્યું, ’ઈરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ, જે તેમના પુરોગામી કરતા ઘણા ઓછા કટ્ટરપંથી અને ઘણા વધુ બુદ્ધિશાળી છે, તેમણે હમણાં જ યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી યુદ્ધવિરામની વિનંતી કરી છેટ્રમ્પે આગળ લખ્યું, “જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું, મુક્ત અને સુરક્ષિત હશે ત્યારે જ અમે યુદ્ધ બંધ કરવાનો વિચાર કરીશું. ત્યાં સુધી, અમે ઈરાનને સંપૂર્ણપણે નાશ કરીશું, અથવા જેમ કહેવત છે, તેને પાષાણ યુગમાં પાછું ધકેલી દૃઈશું.”
અમેરિકાએ અગાઉ યુદ્ધ અટકાવવા માટે ઈરાન સમક્ષ ૧૫ મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઈરાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દૃેશે. ટ્રમ્પે દૃાવો કર્યો છે કે ઈરાનમાં ‘રિજીમ ચેન્જ (સત્તા પરિવર્તન) નો તેમનો મુખ્ય લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે, તેથી હવે આ સંઘર્ષને લાંબો ખેંચવાની કોઈ જરૂર નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે તેમને ઈરાન સાથે કોઈ પણ પ્રકારના કરાર કે સમજૂતીની જરૂર નથી.ટ્રમ્પના મતે, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનનું ટોચનું નેતૃત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે.
આજે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની જનતાન્ો સંબોધશે
કોઈ પણ દૃબાણ સામે ઝૂકી જઈન્ો વાતચીત નહીં થાય:ઇરાન
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદૃેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દૃીધો છે. ઈરાની સંસદૃના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકારક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દૃીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદૃ વધ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ જવાથી વૈશ્ર્વિક ઓઇલ પુરવઠા પર માઠી અસર પડી છે.