Jai Hind

ઇરાનનું ભારત અંગે મોટું નિવેદન યુધ્ધ વચ્ચે ઇરાનમાં અમારા તમામ ભારતીય મિત્રો સુરક્ષિત છે

અમેરિકા-ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને ભારતીયોની સુરક્ષાને લઈને એક મોટો મેસેજ આપ્યો છે. ભારતમાં ઈરાની પ્રતિનિધિએ કહૃાું કે, અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિત છે. ભારત સરકારે િંચતા કરવાની કોઈ જરૂર નથી. આ મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહૃાું છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અન્ય નેતાઓના મોત થઈ ગયા હતા.