વર્ચ્યુઅલ બેઠકમાં ભારત પણ ભાગ લેશે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. આ દૃરમિયાન ેંએ આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની એક બેઠક ’ગ્લોબલ હોર્મુઝ સમિટ’નું આયોજન કર્યું છે, જેમાં ૩૨ જેટલા વિવિધ દૃેશોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર વતી વિદૃેશ સચિવ વિક્રમ મિસરી ભાગ લેવાના છે.
હોર્મુઝ પર ચર્ચા માટેની આ મહત્ત્વપૂર્ણ બેઠકની પુષ્ટિ કરતા વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, યુકેએ ભારત સહિત અનેક દૃેશોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે અને વિદૃેશ સચિવ આ બેઠકમાં ભારત તરફથી વર્ચ્યુઅલ હાજરી આપશે.’ હવે સવાલ એ ઉઠી રહૃાો છે કે શું આ બેઠક સફળ થશે અને હોર્મુઝ ખોલવા અંગે કોઈ સહમતિ બનશે કે નહીં. જો આ માર્ગ ખુલી જાય તો વિશ્ર્વભરમાં ઉર્જા સંકટ ઓછું થઈ શકે છે, કારણ કે યુદ્ધ અગાઉ વિશ્ર્વનું ૨૦ ટકા કાચું તેલ આ જ રસ્તેથી પસાર થતું હતું.
મહત્ત્વનું છે કે ગઈકાલે બુધવારે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. તેના બદૃલે, તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલાવવા માટે ’ગ્લોબલ હોર્મુઝ સમિટ’ની યજમાની કરશે. સ્ટારમરે જણાવ્યું કે આ અઠવાડિયે બ્રિટનની યજમાનીમાં અંદૃાજે ૩૫ દૃેશો સાથે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં હોર્મુઝ ખોલાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટારમરે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધથી બ્રિટનનું ભવિષ્ય મોટા પાયે પ્રભાવિત થશે, પરંતુ સાથે જ ખાતરી આપી હતી કે તેમનો દૃેશ આ સંકટને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પગલું અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદૃન બાદૃ લેવામાં આવ્યું છે, જેમાં તેમણે કહૃાું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવી તે અન્ય દૃેશોની જવાબદૃારી છે.
વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરશે બ્રિટન
બ્રિટનના વિદૃેશ મંત્રી યવેટ કૂપર આ વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી રહૃાા છે. આ બેઠકમાં ભારત, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ ૩૫ દૃેશો ભાગ લેશે, જેનો મુખ્ય હેતુ આ ક્ષેત્રમાં જહાજોની અવરજવરની સ્વતંત્રતા પુન:સ્થાપિત કરવાનો છે. નોંધનીય છે કે આ બેઠકમાં અમેરિકા સામેલ થશે નહીં.