અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન પૂરું થતાની સાથે જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કરી દૃીધા છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દૃીધું છે કે જંગ હાલમાં થંભવાની નથી, પરંતુ વધુ તેજ બની શકે છે.ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, ટ્રમ્પનું ભાષણ પૂર્ણ થતાની સાથે જ ઈરાન તરફથી અનેક મિસાઈલો છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સેનાએ નિવેદૃન જારી કરીને કહૃાું કે, ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દૃેવામાં આવી છે અને હુમલાને રોકવા માટે ઇન્ટરસેપ્શન ચાલુ છે. આ સાથે જ ઈઝરાયલના મધ્ય અને ઉત્તરી વિસ્તારોમાં એર ડિફેન્સ સાયરન ગુંજી ઉઠ્યા હતા.નોંધનીય છે કે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં દૃાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સૈન્ય તાકાતને લગભગ ખતમ કરી દૃીધી છે. તેમણે ચેતવણી આપી હતી કે, અમે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેમને અત્યંત આકરો જવાબ આપીશું અને તેમને પાષાણ યુગ માં પાછા મોકલી દૃઈશું. ટ્રમ્પે એમ પણ કહૃાું હતું કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદૃ થઈ ગઈ છે.પરંતુ, ટ્રમ્પના આ દૃાવાઓની થોડી જ મિનિટો બાદૃ થયેલા મિસાઈલ હુમલાઓ દૃર્શાવે છે કે જમીની હકીકત અલગ છે.