Jai Hind

ભારત આવી રહેલુ ઇરાની ટેન્કર અચાનક ચીન તરફ ફંટાયુ

૭ વર્ષ પછી ૬ લાખ બ્ોરલ ઓઇલ ભરી

વાડિનાર બંદૃરે આવી રહેલા જહાજે અચાનક રસ્તો કેમ બદૃલ્યો?

ઈરાનથી આશરે ૬૦૦,૦૦૦ બેરલ ક્રૂડ ઓઈલ લઈને જતું એક જહાજ અચાનક ચીન તરફનો રસ્તો બદૃલી નાખ્યો છે. “િંપગ શુન” નામનું આ જહાજ ગઈકાલે રાત સુધી અરબી સમુદ્રમાં ભારત જઈ રહૃાું હતું, પરંતુ હવે તે ચીન તરફ વળ્યું છે. “િંપગ શુન” નામનું આ જહાજ ગુજરાતના વાડીનાર બંદૃરે પહોંચવાની અપેક્ષા હતી. ઓઈલ માર્કેટ મોનિટર કેપ્લરે જહાજના ભારતથી ચીન તરફ સ્થળાંતરની પુષ્ટિ કરી.
ગ્લોબલ ટ્રેડ ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના રિફાઈનરી અને ઓઈલ માર્કેટ મોડેિંલગના મેનેજર સુમિત રિટોલિયાએ શુક્રવારે ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે “છેલ્લા ત્રણ દિૃવસથી ભારતના વાડીનાર તરફ જઈ રહેલું ઈરાની ક્રૂડ ઓઈલ જહાજ િંપગ શુન તેના ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલા જ રસ્તો બદૃલી નાખ્યો છે અને ભારતના તેના જાહેર કરેલા ગંતવ્ય સ્થાનથી ચીન તરફ સ્થળાંતર કરવાનો સંકેત આપવાનું શરૂ કરી દૃીધું છે.
બજારના સૂત્રોને ટાંકીને, સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે જહાજના ચીન તરફ વાળવાનું કારણ ઈરાની તેલ માટે ચુકવણીની શરતોમાં ફેરફાર છે. હવે, ૩૦-૬૦ દિૃવસની ક્રેડિટ વિન્ડો આપવાને બદૃલે, વેચાણકર્તાઓ અગાઉથી ચુકવણીની માંગ કરી રહૃાા છે. આનો અર્થ એ છે કે તેલનો માલ ફક્ત અગાઉથી ચુકવણી પછી જ મોકલવામાં આવી રહૃાો છે.