Jai Hind

કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું, ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક

અમેરિકા આ મહત્વપૂર્ણ હોર્મુઝ દૃરિયાઈ માર્ગને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે ઈરાન પર સતત દૃબાણ કરી રહૃાું છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગ હવે “સામાન્ય” રહેશે નહીં, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયલ માટે.
આ દૃરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહૃાું હતું કે જો કોઈ કરાર ન થાય તો અમેરિકા “આખા દૃેશનો નાશ કરી શકે છે.” તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે પાવર પ્લાન્ટ અને પુલ જેવા મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવી શકાય છે. તેમણે કહૃાું હતું કે ઈરાન પાસે “સોદૃો કરવા માટે પૂરતો સમય છે”, પરંતુ જો તે નહીં થાય તો તેના પરિણામો ગંભીર હશે.
ઈરાને આ ધમકીઓને ફગાવી દૃીધી છે અને બદૃલો લેવાની ચેતવણી આપી છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ જણાવ્યું હતું કે જો ઈરાનના માળખા પર હુમલો કરવામાં આવશે તો તે તે જ સ્તરે જવાબ આપશે. રસપ્રદૃ વાત એ છે કે, ઈરાને પણ અમેરિકાને રાજદ્વારી રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

ઈઝરાયેલના હુમલામાં ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડના ઈન્ટેલીજન્સ વડા ખાદેમીનું મોત
તહેરાન: ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના ચાલુ રહેલા હુમલામાં યુદ્ધ વિરામની વાતચીતો વચ્ચે પણ હવાઈ હુમલામાં તેજી આવી છે અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના શક્તિશાળી અને શિક્ષિત ગણાતા અને યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ઈસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડના વડા મેજર જનરલ સૈયદ મજીદ ખાદેમી માર્યો ગયો છે. ઈરાને પણ તેના ગુપ્તચર વડાનું મોત થયાનું સ્વીકાર્યુ છે. મેજર જનરલ ખાદેમીનું મોત ઈરાન માટે મોટો ફટકો છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલની હાઈફા તેલ રીફાઈનરી પર મોટો હુમલો કર્યો હતો જેમાં 2 લોકોના મોત થયા છે. પુરા ક્ષેત્રમાં ઈરાની મિસાઈલ તથા ડ્રોન હુમલાનો વિસ્ફોટના અવાજો તથા આગ ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઈફાએ ઈઝરાયેલનું સૌથી મોટુ તેલ મથક છે અને ઈરાન તેને સતત નિશાન બનાવી રહ્યું છે.