અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ડેડલાઈનના બ્ો કલાક પ્ાૂર્વે જ ઇરાન સાથે ‘સમાધાન
અમેરિકા મંગળવારે કઈક એવું કરશે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય…બસ આ ડરના કારણે આખા વિશ્ર્વના શ્ર્વાસ અદ્ધ્રર થઈ ગયા હતા. પરંતુ અચાનક સમાચાર આવ્યા જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ હાલ સૈન્ય કાર્યવાહી રોકવાની જાહેરાત કરી દૃીધી જેનાથી કૂટનીતિ માટે સંભવિત રસ્તો ખુલતો જોવા મળી રહૃાો છે. ઈરાન અને અમેરિકા તથા ઈઝરાયેલ ત્રણેય દૃેશો સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. આ સીઝફાયર બે અઠવાડિયા માટે લાગૂ રહેશે અને આગળની વાતચીત પાકિસ્તાનમાં થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરતા કહૃાું કે હું બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બવર્ષા અને હુમલાઓને સ્થગિત કરવા માટે સહમત છું. તેમણે કહૃાું કે આ નિર્ણય પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર સાથે વાતચીત બાદૃ લેવામાં આવ્યો. જેમણે પ્રસ્તાવિત હુમલાઓને ટાળવાની અપીલ કરી હતી. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રોક શરતી છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવું પડશે, આ પગલું તેમણે તણાવ ઘટાડવા માટે જરૂરી પગલું ગણાવ્યું. ટ્રમ્પે એવો પણ દૃાવો કર્યો કે સૈન્ય લક્ષ્ય પહેલેથી હાંસલ થઈ ચૂક્યું છે અને ઈરાન સાથે વાતચીત હવે નિર્ણાયક વળાંક નજીક છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે અમેરિકાને ઈરાન તરફથી ૧૦ પોઈન્ટનો પ્રસ્તાવ મળ્યો છે. જેને તેમણે વાતચીત માટે એક વ્યવહારિક આધાર ગણાવ્યો. ટ્રમ્પના જણાવ્યાં મુજબ મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે આ બે અઠવાડિયાનું યુદ્ધવિરામ બંને પક્ષોને સમજૂતિને અંતિમ સ્વરૂપ આપવાની તક આપશે અને સંકેત આપ્યો કે લાંબા સમયથી ચાલી રહેલો આ સંઘર્ષ હવે સમાધાનની નજીક હોઈ શકે છે. નોંધનીય છે કે ટ્રમ્પની આ જાહેરાત ડેડલાઈન પહેલા આવી જેમાં ટ્રમ્પે ધમકી આપેલી હતી કે ઈરાનની આખી સભ્યતા ખતમ થઈ જશે. ટ્રમ્પના આ નિવેદૃનને પરમાણુ હુમલાની ધમકી તરીકે જોવામાં આવી રહૃાું હતું. આ નિવેદૃનની અમેરિકામાં પણ ખુબ ટીકા થઈ. પરંતુ અચાનક બદૃલાયેલી આ સ્થિતિથી દૃુનિયામાં રાહત થઈ છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનમાં થનારી વાતચીત કેવી રીતે આગળ વધે છે અને અમેરિકા-ઈરાન કઈ વાતો પર સહમત થાય છે. ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત પર વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહૃાું કે વાતચીત ચાલુ રહેશે. લેવિટે કહૃાું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આ નિવેદૃન જ આગળની દિૃશા નક્કી કરશે. વાતચીતનો આધાર શું રહેશે તે રાષ્ટ્રપતિના વલણથી નક્કી થશે. લેવિટે કહૃાું કે સત્ય એ છે કે અમારા રાષ્ટ્રપતિ અને અમારી પાવરફૂલ સેનાએ ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે રાજી કર્યા છે અને આગળની વાતચીત ચાલુ રહેશે. ઈરાનના વિદૃેશમંત્રી સૈયદૃ અબ્બાસ અરાઘચીએ એક નિવેદૃનમાં ઈરાન તરફથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરને આ વિસ્તારમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે તેમના અથાગ પ્રયત્નો બદૃલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ બધા વચ્ચે, ઈરાની નૌકાદૃળે હોર્મુઝ સ્ટ્રેટ નજીક જહાજોને ચેતવણી જારી કરી છે. ૈંઇય્ઝ્ર એ જણાવ્યું છે કે જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે હજુ પણ ઈરાનની પરવાનગીની જરૂર પડશે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઈરાની નૌકાદૃળે રેડિયો દ્વારા જહાજોને ચેતવણી આપી હતી કે પરવાનગી વિના પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજનો નાશ કરવામાં આવશે.
હોર્મુઝ પર ઈરાનનો ખતરો છે.”સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે, તમારે ઈરાની સિપાહ નૌકાદૃળની પરવાનગી લેવી પડશે. પરવાનગી વિના પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજનો નાશ કરવામાં આવશે,” રેડિયો સંદૃેશમાં કહેવામાં આવ્યું હતું. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસ્ોથી ઇરાન ટોલટેક્સ વસુલવાનું ચાલુ રાખશે.આ સંદૃેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે જો સ્ટ્રેટ સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવામાં આવે તો જ તેઓ ઈરાન પરના હુમલા બે અઠવાડિયા માટે બંધ કરશે.
ટ્રમ્પ્ો હુમલા બંદૃ કરવા અમેરિકી દૃળોન્ો આદૃેશ આપ્યો:ઇઝરાયેલ પણ સંમત, જોકે લેબ્ોનોનમાં હુમલા ચાલુ રહેશે:
હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલટેક્સ લેવાનું ઇરાન ચાલુ રાખશે, પણ અહીંથી પસાર થતા જહાજોન્ો ઇરાનની પરવાનગી લેવી પડશે
ઇરાન ઇસ્લામાબાદૃમાં શાંતિ મંત્રણામાં ભાગ લેશે
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદૃ પેઝેશ્કિયાને બુધવારે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની પ્રશંસા કરી અને તેને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના બલિદૃાનનું પરિણામ ગણાવ્યું. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરીને પાકિસ્તાન અને અમેરિકાની પહેલ પર ઈસ્લામાબાદૃમાં યોજાઈ રહેલી શાંતિ વાટાઘાટોમાં તેહરાનની ભાગીદૃારીની પુષ્ટિ કરી. આ વાટાઘાટોનો હેતુ બંને દૃેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો છે.પાકિસ્તાની વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે બપોરે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદૃ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત ૪૫ મિનિટથી વધુ ચાલી હતી. પીએમઓના નિવેદૃન અનુસાર, પેઝેશ્કિયાને “પુષ્ટિ કરી કે ઈરાન ઈસ્લામાબાદૃમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેશે.”પાકિસ્તાનમાં યોજાનારી વાટાઘાટોમાં અમેરિકાએ હજુ સુધી ભાગ લેવાની પુષ્ટિ કરી નથી.
આ શરતો પર થયુ સીઝફાયર
અમેરિાકા દ્વારા હુમલાઓ ના કરવાની ગેરંટી
પરમાણુ કાર્યક્રમમાં એનરિચમેન્ટની મંજૂરી
હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ રહેશે અને પસાર થતા જહાજો પર પરિવહન ફી વસૂલશે
ઈરાન પર લાદૃવામાં આવેલા તમામ પ્રાથમિક અને આર્થિક પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવવા
યુએન સુરક્ષા પરિષદૃ અને ૈંછઈછ દ્વારા પસાર કરાયેલા તમામ ઠરાવો રદૃ કરવા
યુદ્ધ દૃરમિયાન થયેલા નુકસાન માટે વળતર
ઈરાનમાંથી યુએસ સૈન્યને પાછું ખેંચવું
લેબનોનમાં ઇસ્લામિક રેસિસ્ટન્સ (હિઝબુલ્લાહ) સામે દૃુશ્મનાવટનો અંત