Jai Hind

આ યુદ્ધનો અંત નથી : સીઝફાયર બાદ ખામેનીની ખુલ્લી ચેતવણી

આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે : ભારત

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ બાદૃ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ બુધવારે ઇસ્લામિક રિપબ્લિકની સેનાને યુદ્ધવિરામનું પાલન કરવાનો નિર્દૃેશ આપ્યો. જો કે, આ નિર્દૃેશની સાથે તેમણે ભારપૂર્વક કહૃાું છે કે આ યુદ્ધનો અંત નથી.બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદૃ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચોક્કસપણે કંઈક અંશે ઓછો થયો છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. ઈરાને તેના સૈન્યને ફાયિંરગ બંધ કરવાનો આદૃેશ આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ સંઘર્ષનો અંત નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો દૃુશ્મન કોઈ ભૂલ કરશે તો તેનો જવાબ સંપૂર્ણ તાકાતથી આપવામાં આવશે.