Jai Hind

હોર્મુઝ સ્ટ્રેટના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ

ઇરાને જાહેર કરી નવી નેવિગેશન એડવાઇઝરી

અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે (આઠમી એપ્રિલ) થયેલા બે અઠવાડિયાના યુદ્ધ વિરામ (સીઝફાયર) બાદૃ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થવાની આશા જાગી હતી, પરંતુ હવે ત્યાં દૃરિયાઈ સુરંગો નું સંકટ ઊભું થયું છે. ઈરાને આ મહત્ત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેથી સમુદ્રના પેટાળમાં બિછાવેલી માઈન્સથી જહાજોને બચાવી શકાય.
અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ નિર્દૃેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજોએ દૃરિયાઈ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે ઈરાન દ્વારા નિર્ધારિત નવા કોરિડોર અને પેટર્નનું પાલન કરવું પડશે. ઈરાનનો દૃાવો છે કે યુદ્ધ દૃરમિયાન બિછાવેલી દૃરિયાઈ સુરંગો જહાજો માટે જોખમી બની શકે છે, તેથી પ્રવેશ અને બહાર નીકળવા માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
અમેરિકા-ઈરાન સમજૂતી બાદૃ આ માર્ગ ખુલવાની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સ્થિતિ વણસી છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદૃ હવે કતારની મુલાકાત્ો પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ િંસહ

LNG સપ્લાય અંગે થશે વાતચીત

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ િંસહ પુરી આજથી કતારની બે દિૃવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદૃનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદૃીપ િંસહ પુરીની આ મુલાકાત બંને દૃેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (ન્દ્ગય્) કરીદૃે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં ન્દ્ગય્ની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે.
રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ ૪૦ ટકા એલએનજી કતારથી આયાત કરે છે. તાજેતરના યુદ્ધમાં ઈરાને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે ૧૭ ટકા નિકાસ કરવાની ક્ષમતાને અસર થઈ છે. કતરએનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેિંરગ કરવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ર્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદૃીપ િંસહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
ભારતમાં ગેસ સપ્લાયનો સંકટ સર્જાવાન અફવાઓ વચ્ચે પેટ્રોલિય મંત્રાલયે મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કહૃાું છે કે, દૃેશમાં રાબેતા મુજબ ન્ઁય્ સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. સાત એપ્રિલે એક જ દિૃવસમાં ૫૩.૫ લાખથી વધુ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે. ગેસનું ઓનલાઈન બુિંકગ ૯૫ ટકા પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદૃનથી લઈને ગ્રાહક સુધીની સપ્લાય ચેનમાં કોઈ સમસ્યા ન હોવાની સ્પષ્ટ થઈ ગયું છે. સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (ડ્ઢછઝ્ર)નો ઉપયોગ ૯૧ ટકા વધી ગયો છે.
કેન્દ્ર સરકાર હવે દૃેશને માત્ર એક દૃેશ પર નિર્ભર રાખવા માંગતી નથી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ-ગેસ સપ્લાય ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દૃેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દૃેશમાં ઁદ્ગય્ કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહૃાો છે. માર્ચ-૨૦૨૬ સુધીમાં લગભગ ૩.૮૭ લાખ ગ્રાહકોએ ન્ઁય્ છોડીને ઁદ્ગય્ કનેક્શન અપનાવ્યા છે. જ્યારે ૪.૨૧ લાખ ગ્રાહકોએ ઁદ્ગય્ કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કતારના અમીર શેખ તમીમ બિન અમદૃ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદૃીએ ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક શબ્દૃોમાં ટીકા કરી હતી. આ ઉપરાંત બંને દૃેશોના નેતાઓ વચ્ચે હોર્મુઝ જળમાર્ગેથી જહાજો સુરક્ષિત આવન-જાવન થાય, તે અંગે પણ વાતચીત થઈ હતી. ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ૧૫ ટકા વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે.